Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swiggy માંથી દર મિનિટે 158 વ્યક્તિઓ આ વાનગીનો ઓર્ડર આપે છે

Swiggy Report 2024 : Delivery ની યાદીમાં પણ Swiggy મુખ્ય સ્થાન ધરાવે છે
swiggy માંથી દર મિનિટે 158 વ્યક્તિઓ આ વાનગીનો ઓર્ડર આપે છે
Advertisement
  • 97 લાખ Biryani નો ઓર્ડર આપવામાં આવ્યો હતો
  • વિવિધ સ્વાદની પાસ્તા ડીશ માટે રૂ. 49,900 ખર્ચ્યા
  • delivery ની યાદીમાં પણ Swiggy મુખ્ય સ્થાન ધરાવે છે

Swiggy Report 2024 : 2024 નું પૂરું થવાનું છે અને નવું વર્ષ 2025 ગણતરીના દિવસોમાં શરૂ થવાનું છે. ત્યારે Food delivery કંપની Swiggy એ વર્ષ 2024 ના અંત પહેલા એક રિપોર્ટ શેર કર્યો છે, જેમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગત વર્ષ 2023 ની જેમ આ વર્ષે પણ Biryani નંબર-1 ફેવરિટ ફૂડ તરીકે સામે આવી છે. ત્યારે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 8.3 કરોડ Biryani ઓર્ડર આપવામાં આવ્યા છે. તો Dosa પણ સૌથી મનપસંદ વાનગીઓની યાદીમાં બીજા સ્થાને છે.

97 લાખ Biryani નો ઓર્ડર આપવામાં આવ્યો હતો

Swiggy અનુસાર દેશમાં દર મિનિટે 158 પ્લેટ Biryani નો ઓર્ડર મળ્યો હતો. Biryani ના ઓર્ડરમાં હૈદરાબાદ સૌથી આગળ છે, જ્યાં 97 લાખ Biryani નો ઓર્ડર આપવામાં આવ્યો હતો. Biryani પછી સૌથી વધુ ઓર્ડર કરાયેલ વાનગી Dosa છે. જેનો ઓર્ડર 1 જાન્યુઆરીથી 22 નવેમ્બર વચ્ચે 2.3 કરોડ ઓર્ડર થયો છે. તો આ વર્ષે મીઠાઈઓમાં રસમલાઈ અને સીતાફળ આઈસ્ક્રીમ ફેવરિટ રહી હતી.

Advertisement

આ પણ વાંચો: Viral Video: હાડ થીજાવતી ઠંડી વચ્ચે બર્ફીલા તળાવમાં આ યુવતી ન્હાતી નજરે પડી,જુઓ Video

Advertisement

વિવિધ સ્વાદની પાસ્તા ડીશ માટે રૂ. 49,900 ખર્ચ્યા

Biryani માં ચિકન Biryani દરેકની પહેલી પસંદ રહી છે. તેની સાથે પાસ્તાને Swiggy ના ગ્રાહકોની ફેવરિટ ફૂડ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. બેંગલુરુના એક યુઝરે વિવિધ સ્વાદની પાસ્તા ડીશ માટે રૂ. 49,900 ખર્ચ્યા હતા. તો મધ્યરાત્રિએ 2 વાગ્યાએ સૌથી વધુ ઓર્ડર ચિકન બર્ગર ઓર્ડર કરવામાં આવ્યો છે. તો Swiggy delivery પાર્ટનર્સે 2024 માં 1.96 બિલિયન કિલોમીટરની મુસાફરી કરી હતી.

delivery ની યાદીમાં પણ Swiggy મુખ્ય સ્થાન ધરાવે છે

બીજી તરફ દેશમાં delivery ના મામલે સૌથી વધુ અને વિશ્વશનીય રીતે delivery ની યાદીમાં પણ Swiggy મુખ્ય સ્થાન ધરાવે છે. Swiggy ના કપિલ કુમાર પાંડેએ આ વર્ષે મુંબઈમાં 10,703 delivery પૂર્ણ કરી હતી અને કોઈમ્બતુરની કાલેશ્વરી એમ 6,658 ઓર્ડર્સ સાથે મહિલા delivery ભાગીદારોની યાદીમાં મોખરે સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: Kandaswamy Temple: મંદિરની દાન પેટીમાં પડી ગયો iPhone, મંદીર પ્રશાસને કહ્યું – આ હવે ભગવાનની સંપત્તિ

Tags :
Advertisement

.

×