Sydney Mass Shooting: ઓસ્ટ્રેલિયાના Sydney માં આવેલ BondiBeach પર અંધાધૂંધ ગોળીબાર, 10 લોકોના મોત
- ઓસ્ટ્રેલિયાના Sydney માં આવેલ BondiBeach પર અંધાધૂંધ ગોળીબાર
- સિડનીના બોન્ડી બીચ પર ગોળીબારમાં 10 લોકોના મોત
- યહૂદીઓના તહેવાર દરમિયાન બની ફાયરિંગની ઘટના
- બોન્ડી બીચ પર ઉજવણી કરી રહેલા લોકો પર થયો હુમલો
Sydney Mass Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં (Sydney) રવિવારે પ્રખ્યાત બોન્ડી બીચ પર બે બંદૂકધારીઓએ અચાનક ગોળીબાર કર્યો,જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે.આ ઘટનાને કારણે ઘટનાસ્થળે ભયનો માહોલ છવાઈ ગયો છે તેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં કેટલાક લોકોને જીવ બચાવવા માટે CPR આપવામાં આવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું. અહીં ઘટનાસ્થળે અરાજકતા વ્યાપી ગઈ છે.
સિડનીના (Sydney)બોન્ડી બીચ પર ગોળીબાર
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બોન્ડી બીચ પર ઘટના ની જાણ કરી હતી અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અને હાજર કોઈપણ વ્યક્તિને આશ્રય લેવા વિનંતી કરી હતી. પોલીસે પાછળથી પુષ્ટિ કરી હતી કે બે લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ કાર્યવાહી ચાલુ છે.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
પ્રત્યક્ષદર્શીઓ અને સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો અનુસાર, કાળા પોશાક પહેરેલા બે બંદૂકધારીઓ એક પુલ પર દેખાયા અને અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો. ઓછામાં ઓછા એક ડઝનથી 50 ગોળીબારના અવાજો સાંભળવામાં આવ્યા હતા. લોકો બીચ પરથી ભાગતા જોવા મળ્યા હતા અને પોલીસના સાયરન વાગતા હતા. કેટલાક અહેવાલોમાં જણાવાયું છે કે હુમલો હનુક્કાહ ઉજવણી દરમિયાન થયો હતો, જ્યાં બોન્ડીના ચાબાડ દ્વારા આયોજિત "ચાનુક્કાહ બાય ધ સી" કાર્યક્રમ ચાલી રહ્યો હતો.
પોલીસે આપી ચેતવણી
પોલીસે અફવાઓ ફેલાવવા સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે બીજે ક્યાંય કોઈ ઘટના બની નથી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસના કાર્યાલયે કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિથી વાકેફ છે અને લોકોને પોલીસ સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી હતી. ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે આ ઘટનાને "ખૂબ જ ખલેલ પહોંચાડનારી" ગણાવી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે
આ પણ વાંચો: USA: બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા સમયે બની ફાયરિંગની ઘટના, 2 લોકોના મોત અને અનેક ઈજાગ્રસ્ત