Syria માં 16 વર્ષની મહેનત બાદ મળ્યા 4400 વર્ષ જૂના વિશ્વના સૌથી પ્રાચીન મૂળાક્ષરો
- વિશ્વની સૌથી પ્રાચીન ભાષાના Alphabetic મળી આવ્યા
- માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસની ઝલક પણ આપે છે
- Alphabetic ની શરૂઆતનું અનુમાન આ શોધે ખોટું સાબિત કર્યું
Syria World's oldest alphabet : Johns Hopkins University ના Archaeology Researchers ને અનોખી સફળતા મળી છે. તેના અંતર્ગત સીરિયામાં આવેલી Johns Hopkins University ના શોધકર્તાઓએ એક પ્રાચીન Tomb માંથી વિશ્વની સૌથી પ્રાચીન Alphabetic શોધી કાઢ્યા છે. આ સંશોધન બાદ વૈજ્ઞાનિકોને ભાષાની ઉત્પત્તિના સંશોધનમાં 500 વર્ષ વધુ પાછળ કરી દીધા છે. તે ઉપરાંત આ Alphabetic એ પ્રાચીન સંસ્કૃતિઓની વધુ એક નવો વળાંક આપ્યો છે. ત્યારે આ સંશોધન સીરિયામાં આવેલી Tell Umm-el Marra નામના સ્થળ પર કરવામાં આવ્યું છે. કારણ કે... Tell Umm-el Marra ને કાંસ્ય યુગની ઉત્પત્તિનું સ્થાન માનવામાં આવે છે.
વિશ્વની સૌથી પ્રાચીન ભાષાના Alphabetic મળી આવ્યા
Tell Umm-el Marra માં Johns Hopkins University ના સંશોધકો છેલ્લા 16 વર્ષથી પ્રયોગો અને શોધખોળ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં Tell Umm-el Marra માંથી એક Tomb મળી આવી હતી. Tomb માંથી મળી આવેલી વસ્તુઓની સાફ-સફાઈ કરતા વિશ્વની સૌથી પ્રાચીન ભાષાના Alphabetic મળી આવ્યા હતા. તો આ Tomb આશરે 2400 વર્ષ જૂની છે. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, Alphabetic ની શોધ બાદ 500 વર્ષ પછી આ Tomb ને દફનાવવામાં આવી હશે. Tomb માંથી મળી આવેલી વસ્તુઓ અંગૂઠીના આકારની છે. ત્યારે એવું અનુમાન લગાવી શકાય છે કે, ત્યારે આ વસ્તઓનો સંકેત તરીકે ઉપયોગ થતો હશે.
આ પણ વાંચો: દુનિયાની એ 7 અજાયબીઓ જે સદીઓ પહેલા થઈ હતી નષ્ટ
This could be the oldest known alphabet - on 4000-year-old clay cylinders unearthed from a Syrian tombhttps://t.co/PCXL3CB8QE pic.twitter.com/5eJsIZi0VW
— Clare Wilson (@ClareWilsonMed) November 21, 2024
Alphabetic ની શરૂઆતનું અનુમાન આ શોધે ખોટું સાબિત કર્યું
તે ઉપરાંત Tell Umm-el Marra માંથી મળેવી Tomb સાથે અન્ય 6 કંકાલ પણ મળી આવ્યા છે. તે ઉપરાંતની તેની સાથે અમુક વાસણો, સોના-ચાંદીના ઘરેણાઓ, એક ભાલો અને ખાસ માટીના અવશેષો મળી આવ્યા છે. ત્યારે આ Tomb એ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિનું પ્રમાણ આપે છે. આ સૂચવે છે કે તે સમયે લોકો નવા પ્રકારની સંચાર પદ્ધતિઓ સાથે પ્રયોગ કરી રહ્યા હતા, જે Alphabetic આધારિત લેખનનો પ્રારંભિક તબક્કો હોઈ શકે છે. જોકે એવું માનવામાં આવે છે કે, Alphabetic ની શરૂઆત 1900 ઈસ પૂર્વે થઈ હતી. પરંતુ તાજેતરમાં મળેલી Tomb અને તેની ઉપર કરવામાં આવેલા લેખને આ અનુમાનને ખોટું સાબિત કર્યું છે.
World's oldest ALPHABET is discovered: Ancient 4,400-year-old text is found on clay cylinders from a tomb in Syria - and it upends everything we thought we knew about the origin of writing https://t.co/BGdPPYjAuD pic.twitter.com/RWorWkxi49
— Daily Mail Online (@MailOnline) November 21, 2024
માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસની ઝલક પણ આપે છે
આ સંશોધન પર ભાર મૂકતા પ્રોફેસર શ્વાર્ટઝે કહ્યું કે લેખન પ્રણાલીના ઇતિહાસમાં આ શોધ માત્ર એક નવો અધ્યાય નથી, પરંતુ આ પ્રાચીન માનવ સંસ્કૃતિના બૌદ્ધિક વિકાસની ઝલક પણ આપે છે. આ શોધ 21 નવેમ્બરે અમેરિકન સોસાયટી ફોર ઓવરસીઝ રિસર્ચની વાર્ષિક કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી હતી. સંશોધકોનું માનવું છે કે આ માટીના અવશેષો પર લખેલા લખાણને વાંચવાનો માર્ગ શોધીને આ શોધનું મહત્વ વધુ વધારી શકાય છે. આ શોધ પુરાતત્વ અને માનવ ઇતિહાસના અભ્યાસના ક્ષેત્રમાં નવી શક્યતાઓને જન્મ આપે છે.
આ પણ વાંચો: આ Star ની સામે સૂર્ય પણ દાણા બરાબર, પરંતુ તે Supernova બનવાની કગાર પર