ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં! Mehsana ની આ 4 હોસ્પિટલને 5 ગણી પેનલ્ટી, જાણો કારણ!

4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે. આરોગ્ય વિભાગે દર્દીઓને તેમના રૂપિયા પરત અપાવ્યા છે.
04:32 PM Nov 15, 2024 IST | Vipul Sen
4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે. આરોગ્ય વિભાગે દર્દીઓને તેમના રૂપિયા પરત અપાવ્યા છે.
  1. Khyati Hospital ના 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં (Mehsana)
  2. મહેસાણામાં રૂપિયા ખંખેરનારી હોસ્પિટલોને પેનલ્ટી ફટકારાશે
  3. 4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે
  4. PMJAY દર્દીઓ પાસેથી રિપોર્ટ સહિતનાં રૂપિયા લેતી હતી

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનાં (Khyati Hospital) 'કાંડ' બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. મહેસાણામાં (Mehsana) PMJAY કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી રિપોર્ટ સહિતનાં રૂપિયા લેનારી હોસ્પિટલોને પેનલ્ટી ફટકારવામાં આવશે. 4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલવામાં આવશે. આરોગ્ય વિભાગે દર્દીઓને તેમના રૂપિયા પરત અપાવ્યા છે. સાથે જ 15 જેટલી હોસ્પિટલને નોટિસ પણ ફટકારાઇ છે.

આ પણ વાંચો - Rajkot : જાહેરમાં મહિલા ટ્રાફિક ASI સાથે માતા-પુત્રીની બબાલ, Video વાઇરલ

PMJAY દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલતી હોસ્પિટલોને 5 ગણી પેનલ્ટી

અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલનાં 'કાંડ' બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તંત્ર (Health Department) દ્વારા વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, મહેસાણામાં (Mehsana) તંત્ર 4 હોસ્પિટલ પાસેથી 5 ગણી પેનલ્ટી વસૂલશે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, મહેસાણામાં PMJAY કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી કેટલીક હોસ્પિટલો રિપોર્ટ સહિતનાં રૂપિયા ચાર્જ કરતી હતી. આ અંગે જાણ થતાં મહેસાણાની લાયન્સ અને શંકુઝ, કડીની ભાગ્યોદય અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રે દર્દીઓને પૈસા પરત અપાવ્યા છે અને આ હોસ્પિટલો પાસેથી 5 ગણી પેનલ્ટી વસુલાશે.

આ પણ વાંચો - Aravalli : દેવ દિવાળીએ પરિવારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક બાળકી સહિત 4 સભ્યનાં મોત

અન્ય 15 હોસ્પિટલને પણ નોટિસ ફટકારાઇ

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોગ્ય વિભાગે મહેસાણાની (Mehsana) લાયન્સ હોસ્પિટલ પાસેથી રૂ. 65,435 દર્દીઓને પરત અપાવ્યા છે. જ્યારે શંકુઝ હોસ્પિટલ પાસેથી 57, હજાર પરત અપાવ્યા છે. ઉપરાંત, કડીની (Kadi) ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી રૂ. 1,10, 410 અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી રૂ. 45,850 પરત અપાવ્યા છે. દર્દી પાસેથી લીધેલી રકમનાં 5 ગણી રકમ તમામ હોસ્પિટલ પાસેથી પેનલ્ટી સ્વરૂપે આરોગ્ય વિભાગ વસૂલશે એવી માહિતી છે. આ સાથે અન્ય 15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ હોવાની માહિતી છે.

આ પણ વાંચો - VADODARA : IOCL ના 5 હજાર ચો.મી. વિસ્તારને ક્લોઝર નોટીસ, બ્લાસ્ટ બાદ મોટી કાર્યવાહી

Tags :
AhmedabadBhagyoday HospitalBreaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHealth DepartmentKadiKhyati HospitalLatest News In GujaratiLions HospitalMehsanaNews In GujaratiNutan HospitalPMJAYShankuz HospitalVisnagar
Next Article