T20 World Cup : Semi Finals ની મેચમાં સેલિબ્રિટીનો તડકો લાગ્યો
- T20 World Cup Semi Finals માં રોમાંચક મુકાબલો રમાઇ રહ્યો છે
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રસાકસી ભરી મેચ અંતિમ તબક્કામાં છે
- આ મેચમાં સપોર્ટ કરવા માટે બોલિવૂડ અને નામી ચહેરાઓ સ્ટેડિયમમાં છે
T20 World Cup Semi Finals : જ્યારે પણ ટીમ ઈન્ડિયા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોઈ મોટી મેચ રમે છે, ત્યારે ઘણી સેલિબ્રિટીઝ મેચમાં હાજરી આપે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચમાં પણ આ વાત વધુ એક વખત સ્પષ્ટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સની સાથે, બોલિવૂડના સિતારાઓની હાજરીથી વાતાવરણમાં રોમાંચનો ઉમેરો થયો છે, સાથે જ સ્ટેડિયમમાં સફળ ઉદ્યોગપતિઓ પણ જોવા મળ્યા છે.
આ પણ વાંચો ------- T20 World Cup માં 19 છગ્ગા, 253 રન... ભારતે ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં 2 વિશ્વ રેકોર્ડ બનાવ્યા
T20 World Cup Semi Finals, અંબાણી પરિવાર હાજર
રિલાયન્સ કંપનીના માલિક મુકેશ ભાઇ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે સ્ટેડિયમ પહોંચ્યા છે, જેમાં તેમની પત્ની નીતા અંબાણી અને પુત્ર આકાશ અંબાણીનો પણ સમાવેશ થાય છે. નીતા અંબાણી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિકણ પણ છે.
T20 World Cup Semi Finals, રણબીર કપૂરનું પરિવાર ઓડિયન્સમાં જણાયું
બોલિવૂડ સુપરસ્ટાર અભિનેતા રણબીર કપૂર તેમની પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યા છે. તેમની પુત્રી પણ તેમની સાથે જોવા મળી છે. રણબીર અગાઉ ટીમ ઈન્ડિયાની મેચોમાં હાજરી આપી ચૂક્યો છે.
T20 World Cup Semi Finals, પૂર્વ કેપ્ટને હાજરી આપી
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ તેમની પત્ની સાક્ષી સાથે મેચમાં હાજરી આપી છે. તેઓ અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપવા મુંબઈ આવ્યા હતા. લગ્નમાં હાજરી આપ્યા પછી, તેઓ મેચ જોવા આવ્યા હતા.
ICC બ્રાન્ડ એમ્બેસેટર પણ નજરે પડ્યા
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા પણ મેચમાં હાજરી આપી છે. ભારતીય ટીમનો હિટમેન આ ટુર્નામેન્ટ માટે ICC ના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પરિણામે, તેઓ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓને મળતા જોવા મળ્યા હતા.
ખેલાડીની પત્ની સાથે હાજર
મેચ દરમિયાન ભારતીય સ્ટાર ખેલાડીઓ કેએલ રાહુલ અને અહાન શેટ્ટી પણ સ્ટેડિયમમાં જોવા મળ્યા છે. અહાન, તેના પિતા સુનીલ શેટ્ટીની જેમ, પણ બોલિવૂડ અભિનેતા છે. રાહુલના લગ્ન અહાનની બહેન આથિયા શેટ્ટી સાથે થયા છે.
અનિલ કપૂર અને વરૂણ ધવને ઉત્સાહ વધાર્યો
બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર અને વરુણ ધવન પણ મેચ જોવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા છે. બંને મેદાન પર ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા છે. અનિલ કપૂર અને વરુણ ધવન બંને ક્રિકેટ જોવાના ખૂબ શોખીન છે.
તૃપ્તિ ડિમરી સપોર્ટમાં આવી
ઉભરતી અભિનેત્રી તૃપ્તિ ડિમરી પણ મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચી છે. એનિમલમાં દેખાયેલી તૃપ્તિ પણ ઇંગ્લેન્ડ સામેની આ મોટી મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવી છે.
આ પણ વાંચો ------- T20 World Cup : સેમિફાઇનલમાં Sanju Samson એ રન વરસાવ્યા !


