Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

T20 World Cup માં ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન, જાણો શું છે અપડેટ

T20 World Cup માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15, ફેબ્રુઆરીના રોજ, શ્રીલંકાના કોલંબોમાં નિર્ધારિત કરવામાં આવી છે. જો કે, પાકિસ્તાની આડોડાઇના કારણે આ મેચ તે નહીં રમે તેવી સતત ધમકીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આપતું આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મનાવવા અને મેચ રમાય તે માટેનો રસ્તો કાઢવા માટે ICC ના સત્તાધીશો અને PCB વચ્ચે મીટીંગ થઇ હતી.
t20 world cup માં ઘૂંટણીએ પડ્યું પાકિસ્તાન  જાણો શું છે અપડેટ
Advertisement
  • T20 World Cup માં ભારત સામે રમવા પાકિસ્તાનની તૈયારી
  • 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ નિર્ધારિત
  • પાકિસ્તાનની આડોડાઇના કારણે હજી સુધી મામલો ટિંગાયેલો હતો

T20 World Cup : હાલમાં દુનિયાભરની નજર વર્લ્ડ કપ પર છે, તેમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં યોજાનાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર. પાકિસ્તાન આ મેચ નહીં રમે તેવી સતત માંગણીઓ કરતું આવ્યું છે, જો કે, આજે બંને દેશો વચ્ચે મેચ રમવાને લઇને રસ્તો ખુલ્લો થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. મેચ રમાય તે માટેનો રસ્તો કાઢવા માટે PCB અને ICC વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં બોર્ડે પાકિસ્તાનની માંગોને ફગાવી દીધી છે, જે બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તૈયારી દર્શાવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતિક્ષિત મેચ યોજાવવાની શક્યતાઓ ઉજળી થઇ છે.

Advertisement

PCB એ સતત ધમકીઓ આપી (T20 World Cup)

ગમે તે ટુર્નામેન્ટ હોય, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળતો હોય છે. હાલ ટી20 વર્લ્ડ કપની મેચ રમાઇ રહી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15, ફેબ્રુઆરીના રોજ, શ્રીલંકાના કોલંબોમાં નિર્ધારિત કરવામાં આવી છે. જો કે, પાકિસ્તાની આડોડાઇના કારણે આ મેચ તે નહીં રમે તેવી સતત ધમકીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આપતું આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મનાવવા અને મેચ રમાય તે માટેનો રસ્તો કાઢવા માટે ICC ના સત્તાધીશો અને PCB વચ્ચે મીટીંગ થઇ હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

આ પણ વાંચો ------ "સચિન જેવો જ ચમત્કાર છે આ છોકરો": કોંગ્રેસ નેતા શશિ થરૂરે કરી મોટી ભવિષ્યવાણી

ICC જોડેની બેઠકમાં મેચ રમવાની તૈયારી દર્શાવી

આ મીટીંગમાં પાકિસ્તાન દ્વારા ગેરવ્યાજબી માંગણીઓ કરવમાં આવી હતી, જેને ICC એ ફગાવી દીધી હતી. જો કે, હવે તેવું સામે આવ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ICC જોડેની બેઠકમાં મેચ રમવાની તૈયારી દર્શાવી છે. જેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે 15, ફેબ્રુઆરીના રોજ મેચ રમાય તેવી શક્યતાઓ ખુલી છે. પોતાની અકડમાં ડૂબેલા પાકિસ્તાનના તેવર નરમ પડ્યા છે.

આ પણ વાંચો -----  T20 World Cup : 'શું બેટ્સમેન ચણા વેચી રહ્યા હતા ?', પૂર્વ ક્રિકેટર લાલચોળ

Tags :
Advertisement

.

×