તલાટી પરીક્ષાને લઈને મોટા સમાચાર, ઉમેદવારોની માંગ અંગે હસમુખ પટેલે કરી સ્પષ્ટતા
તલાટીની પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે ટ્વિટ કરીને તલાટીની પરીક્ષા અંગે મહત્વની જાણકારી આપી છે.
હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાના યોગ્ય સમયે જ પેપર આપવામાં આવશે. 'પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે એટલે કે 12:30 વાગે જ આપવામાં આવશે.'
તમને જણાવી દઇએ કે, ઉમેદવારોએ અગાઉ પેપર વહેલું આપવાની રજૂઆત કરી હતી. આથી આ મુદ્દે હસમુખ પટેલે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે. પ્રશ્નપત્ર અપાતા પહેલાં ઉમેદવારો પાસેથી અંગૂઠાનું નિશાન અને સહી લહી લેવાશે.
મહત્વનું છે કે, 7 મે ના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત થતા આ પરીક્ષા આપનાર ઉમેદવારોએ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે સંમતિ પત્ર આપનાર ઉમેદવાર જ પરીક્ષા આપી શકશે અને આ સંમતિ પત્ર ભરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ રાખવામાં આવી છે. 20 મી એપ્રિલ સુધીમાં OJAS પર સંમતિ પત્ર ભરી શકાશે.