Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vijay BJP Alliance: સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયને ભાજપે ડેપ્યુટી CM પદની આપી મોટી ઓફર

તમિલનાડુની રાજકીય રણભૂમિમાં સુપરસ્ટાર વિજયની એન્ટ્રીએ મોટા ખેલાડીઓના શ્વાસ અધ્ધર કરી દીધા છે. ભાજપ દ્વારા આપવામાં આવેલી 80 બેઠકો અને ડેપ્યુટી CM પદની લલચામણી ઓફરે વિજયની પાર્ટીમાં ભારે મંથન છેડ્યું છે. શું વિજય પોતાની 'સ્વતંત્ર છબી' સાથે સમાધાન કરીને કેસરીિયો ધારણ કરશે કે પછી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરીને ઇતિહાસ રચશે? આ રાજકીય સોગઠાબાજી પાછળના અસલી ખેલાડી કોણ છે તે સમજવું રસપ્રદ છે.
vijay bjp alliance  સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયને ભાજપે ડેપ્યુટી cm પદની આપી મોટી ઓફર
Advertisement
  • ભાજપે વિજયની પાર્ટી TVK ને ગઠબંધન માટે 80 બેઠકોની ઓફર કરી (Vijay BJP Alliance)
  • સુપરસ્ટાર વિજયને ડેપ્યુટી CM પદ આપવા માટે ભાજપનો મોટો પ્રસ્તાવ
  • મુખ્યમંત્રી પદની ખેંચતાણને કારણે વાટાઘાટોમાં અવરોધ હોવાની ચર્ચા
  • અન્ય રાજ્યના દિગ્ગજ નેતા દ્વારા બંને પક્ષો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસો તેજ

તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી (Tamil Nadu Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, દક્ષિણ ભારતના સુપરસ્ટાર વિજય (Thalapathy Vijay) ની નવી રચાયેલી પાર્ટી 'તમિલગા વેટ્ટી કઝગમ' (Tamilaga Vettri Kazhagam [TVK]) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન (Alliance) માટેની વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનું મનાય છે.

Vijay BJP Alliance: ભાજપનો વિજયને ડેપ્યુટી CM પદનો પ્રસ્તાવ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપે વિજયને એનડીએ (National Democratic Alliance [NDA]) માં લાવવા માટે એક મોટો દાવ ખેલ્યો છે. ભાજપે વિજયની પાર્ટીને ચૂંટણીમાં 80 બેઠકો (80 Seats Offer) આપવાની તૈયારી બતાવી છે. આટલું જ નહીં, જો ગઠબંધન સત્તા પર આવે તો વિજયને નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) બનાવવાની પણ ઓફર કરવામાં આવી હોવાની ચર્ચા છે. જોકે, વિજયની મુખ્યમંત્રી (Chief Minister) બનવાની પ્રબળ ઈચ્છા આ વાટાઘાટોમાં મુખ્ય અવરોધ બની રહી હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

અન્ય રાજ્યના નેતા દ્વારા મધ્યસ્થી

ભાજપના રણનીતિકારો જાણે છે કે તમિલનાડુમાં વિજયનો વિશાળ ચાહક વર્ગ ચૂંટણીના પરિણામો બદલવાની ક્ષમતા ધરાવે છે. આ જોડાણને સફળ બનાવવા માટે ભાજપ દ્વારા અન્ય એક રાજ્યના નાયબ મુખ્યમંત્રીનો મધ્યસ્થી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની પણ ચર્ચાઓ છે. તમિલનાડુના ચૂંટણી ઇતિહાસમાં જીત-હારનું અંતર હંમેશા ઓછું રહ્યું છે, તેથી વિજયના માત્ર 2 ટકા વોટ પણ ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

સલાહકારોમાં ચિંતાનો માહોલ

બીજી તરફ, વિજયની પાર્ટી TVK ના સલાહકારોમાં આ ગઠબંધનને લઈને મતમતાંતર જોવા મળી રહ્યા છે. સલાહકારોને ડર છે કે જો અત્યારથી જ રાષ્ટ્રીય પાર્ટી સાથે જોડાણ કરવામાં આવે તો પાર્ટીની "સ્વતંત્ર છબી" (Independent Image) ને નુકસાન પહોંચી શકે છે. વિજયે પોતાની પાર્ટીને દ્રવિડિયન રાજકારણમાં "ત્રીજા વિકલ્પ" (Third Alternative) તરીકે રજૂ કરી છે, ત્યારે NDA માં જોડાવાથી તેની વિશ્વસનીયતા પર સવાલો ઉઠી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Assam Assembly Election 2026: આસામ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી બીજી યાદી, અત્યાર સુધી 65 ઉમેદવારોના નામ કર્યા જાહેર

Tags :
Advertisement

.

×