ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Tamilnadu: ડિંડીગુલમાં ખાનગી હોસ્પિટલમાં લાગી આગ, 7 ના મોત

Tamil Nadu: ભારે જહેમત બાદ ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો
07:59 AM Dec 13, 2024 IST | Hiren Dave
Tamil Nadu: ભારે જહેમત બાદ ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો
Fire breaks out in Tamil Nadu hospital

Tamil Nadu:તમિલના(Tamil Nadu)ડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલ(Private Hospital)માં ગુરુવારે રાત્રે ભીષણ આગ (FIRE)લાગી છે. આ દુર્ઘટનામાં એક બાળક અને 3 મહિલાઓ સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

અનેક લોકો હોસ્પિટલમાં ફસાયા

આ દુર્ઘટના બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. ડિંડીગુલ જિલ્લા કલેક્ટર અને એસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે અને તમામ જાણકારી મેળવી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કેટલા લોકો ફસાયા છે તેની માહિતી સામે આવી નથી.

આ અકસ્માત રાત્રે 10 વાગ્યાની આસપાસ થયો હતો

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે થયો હતો. માહિતી મળતા જ ફાયર અને રેસ્ક્યુ ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. થોડા સમય બાદ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ ફાયર અને રેસ્ક્યુ ટીમના જવાનોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, બચાવ કાર્ય પૂર્ણ થવાના આરે છે, પરંતુ અધિકારીઓ સહિત રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે કોઈ પણ પાછળ ન રહી જાય.

આ પણ  વાંચો -કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, કેજરીવાલને હંફાવવા સંદીપ દીક્ષિતને ઉતારવામાં આવ્યા

આગમાં 20થી વધુ લોકો દાઝ્યા

ધુમાડાથી અસરગ્રસ્ત દર્દીઓ અને અન્ય લોકોને તાત્કાલિક 108 ઈમરજન્સી અને ખાનગી એમ્બ્યુલન્સની મદદથી ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન 7 લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા છે. 20થી વધુ લોકો હજુ પણ ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોમાં 1 બાળક અને 3 મહિલાઓ સહિત 7 લોકોનો સમાવેશ થાય છે.

આ પણ  વાંચો -Mumbai : કુર્લા બસ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, જોઇને ચોંકી જશો

કલેક્ટર અને SP ઘટનાસ્થળે હાજર

દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ ડિંડીગુલ જિલ્લા કલેક્ટર પૂંગોડી અને એસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. હોસ્પિટલમાંથી હજુ પણ આગ ઝડપથી પ્રસરી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની મોટી ભીડ પણ ઉમટી પડી છે.

Tags :
dindigulfireFire AccidentGujarat FirstHiren davePrivate HospitalTamil Naduઆગદુર્ઘટનાહોસ્પિટલ
Next Article