TAMILNADU : માછીમારો 60 દિવસ બાદ સમુદ્રમાં ઉતર્યા, આતશબાજી સાથે કરી શરૂઆત
- 60 દિવસ બાદ બે દિવસ પૂર્વ પ્રતિબંધ દુર કરવામાં આવ્યો
- બે મહિના સુધી માછીમારોની આજીવીકા અસરગ્રસ્ત થઇ
- વધુ માછલી મળવાની આશાએ માછીમારો દરિયામાં ઉતર્યા
TAMILNADU : દરિયામાં માછીમારી કરતી બોટ પરનો પ્રતિબંધ (PROHIBITION ON FISHING) હટાવાયા બાદ તમિલનાડુ (TAMILNADU) ના માછીમારો ખુશ છે. લગભગ 60 દિવસ પછી બોટોને દરિયામાં ફરી ઉતારવામાં આવી છે. માછીમારોએ આ ખુશીને ફટાકડા ફોડીને વ્યક્ત કરી છે. બે દિવસ પહેલા જ તમિલનાડુ સરકારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી માટે સમુદ્રમાં ઉંડાણમાં જઇને માછીમારી કરતી બોટ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. અત્રે નોંધનીય છે કે, માછલીઓનો બ્રિડિંગ પિરીયડ ચાલતો હોવાથી પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે.
વૈકુલમ અને વેમ્બર વિસ્તારમાંથી બોટ દરિયામાં પ્રવેશી
તમિલનાડુમાં, 14 જૂનની મધ્યરાત્રિથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો . જે બાદ માછીમારો 16 જૂનની સવારથી માછીમારી માટે દરિયામાં નીકળી પડ્યા હતા. થૂથુકુડી (THOOTHUKUDI) જિલ્લાના થારુ વૈકુલમ અને વેમ્બર વિસ્તારમાંથી બોટ દરિયામાં પ્રવેશી હતી. સોમવારે સવારે માછીમારી બંદરથી 260 થી વધુ બોટમાં માછીમારો ઉત્સાહપૂર્વક દરિયામાં પરત ફર્યા હતા.
60 દિવસની આજીવિકા અસરગ્રસ્ત
60 દિવસ પછી માછીમારી માટે દરિયામાં જવા માટે થુથુકુડી બંદરથી બોટો નીકળી હતી. આ તકે બોટોમાંથી વિવિધ રંગના ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સ્થિતિમાં બોટ માલિકો અને કામદારોએ સંયુક્ત રીતે જણાવ્યું કે, 60 દિવસની આજીવિકા અસરગ્રસ્ત થયા પછી, અમે આત્મવિશ્વાસ સાથે દરિયામાં જઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે. આ વખતે ઘણી બધી માછલીઓ મળશે.
કોર્ટના આદેશ બાદ તમિલનાડુના 25 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ્યારે શ્રીલંકામાં કેદ 25 ભારતીયોને માર્ચમાં મુક્ત કરવામાં આવ્યા ત્યારે માછીમારો ખૂબ ખુશ હતા. 23 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોસ્ટ ગાર્ડ દ્વારા 25 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ૩ મેના રોજ, શ્રીલંકાની કોર્ટના આદેશ બાદ તમિલનાડુના 25 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. બે મહિનાથી વધુ સમય સુધી અટકાયતમાં રહ્યા બાદ આ માછીમારો એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા કોલંબોથી ચેન્નાઈ પાછા ફર્યા હતા. રાજ્ય સરકારે માછીમારોને તેમના ઘરે પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો --- લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, અચાનક વિમાનના ટાયરમાંથી નીકળ્યા ધુમાડા