Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

VADODARA : સાચેત અને પરંપરા નામના જાણીતા કલાકારોના સ્વાગત માટે આયોજકો દ્વારા ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી
vadodara   ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
Advertisement
  • વિવાદીત ટેસ્ટ ઓફ વડોદરા સામે વધુ એક વિવાદ
  • જાહેરનામાનો ભંગ કરાતા નોંધાઇ ફરિયાદ
  • રાજેશ ગોયલ નામના અગ્રણીએ પુરાવા સહ ફરિયાદ આપી હતી

VADODARA : વડોદરા (VADODARA) શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલા ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા (TASTE OF VADODARA) નામની ઇવેન્ટ ચાલી રહી છે. આ ઇવેન્ટમાં ડ્રોન ઉડાડવા બદલ અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી. તે બાદ તાજેતરમાં આ ઇવેન્ટમાં ફટાકડા ફોડવા બદલ આયોજક નિકુંજ પારેખ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વર્ષોથી યોજાતી આ ઇવેન્ટ અને વિવાદને જુનો નાતો છે. હાલમાં વડોદરા સહિત રાજ્યભરમાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પહલગામ હુમલાની ઘટના બાદ વડોદરા કલેક્ટર દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું.

ફટાકડા ફોડવા માટે કોઇ મંજુરી લીધી ન્હતી

વડોદરાના અંકોડિયામાં શિવાય ફાર્મમાં 9 મે થી 1 જૂન સુધી ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 17 , મે ના રોજ સાચેત અને પરંપરા નામના જાણીતા કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. તેમના સ્વાગત માટે આયોજકો દ્વારા ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી હતી. આ અંગે જાગૃત નાગરિક રાજેશકુમાર ગોયલે અરજી કરીને વીડિયોના પુરાવા પોલીસને આપ્યા હતા. જે અંગે પોલીસ તપાસ કરવામાં આવતા વીડિયો ઇવેન્ટનો જ હોવાનું જણાઇ આવ્યું હતું. આખરે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક નિકુંજ મુકેશચંદ્ર પારેખ વિરૂદ્ધ ફટાકડા ફોડવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નિકુંજ પટેલે ફટાકડા ફોડવા અંગે કોઇ મંજુરી લીધી ના હોવાનું પણ સામે આવ્યું છે. નિકુંજ પારેખ વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

જાહેરનામાનું ઉલ્લંઘન કરાયું

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ટેસ્ટ ઓફ વડોદરામાં ડ્રોન ઉડાડવા બદલ એક યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે બાદ હવે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક વિરૂદ્ધ ફટાકડા ફોડીને જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ જોતા લાગે છે કે, ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટના સંચાલકો વડોદરા કલેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામાનું પાલન કરવાની જગ્યાએ એક પછી એક પ્રસંગે ઉલ્લંઘન કરી રહ્યા છે. જે ચિંતાજનક વાત છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : લિસ્ટેડ બુટલેગરો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×