ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યભરમાં આજે 600થી વધારે કેન્દ્રો પર TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા

રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. આ...
09:28 AM Jun 04, 2023 IST | Viral Joshi
રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. આ...

રાજ્યની માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે દ્વીસ્તરીય શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આજે યોજાશે. રાજ્યમાં આજે 1 લાખ 65 હજાર 646 ઉમેદવાર શિક્ષક અભિરુચી કસોટી TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે. રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ લગાડવામાં આવી છે.

આટલા ઉમેદવારો આપશે પરીક્ષા

અમદાવાદ શહેરના 38248, અમદાવાદ ગ્રામ્યના 15565, રાજકોટ શહેરના 26957, વડોદરા શહેરના 39173 અને સુરતના 32173 તેમજ ગાંધીનગરના 13530 ઉમેદવારો આ પરીક્ષા આપશે. તમામ કેન્દ્રોના સંચાલકોની યોજાયેલી બેઠકમાં પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ આપવામાં આવી છે.

પરીક્ષા આજે બપોરે 12 વાગ્યાથી 3 કલાક સુધી યોજાશે. TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા 200 ગુણની રહેવાની છે. જેમાં ગુજરાતી માધ્યમના 1 લાખ 62 હજાર 388, અંગ્રેજી માધ્યમના 2292 અને હિન્દી માધ્યમના 966 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. રાજ્યમાં પ્રથમવાર માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા અને ત્યાર બાદ મેઈન્સ પરીક્ષાના આધારે શિક્ષક તરીકેને નિમણુંક આપવામાં આવશે.

એક્શન પ્લાન તૈયાર

રાજ્યભરમાં 600થી વધુ કેન્દ્ર પર લેવાનાર છે. આ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રો પર 144ની કલમ અંગેના જાહેરનામા ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં સીસીટીવી, સ્ટ્રોંગરુમ અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

તૈયારીઓ પૂર્ણ

ગેરરીતિ વિના પરીક્ષા યોજાય તેવી વ્યવસ્થા કરાઈ છે. આ પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં લેવાશે. આ પરીક્ષામાં દરેક બિલ્ડિંગમાં 20નો સ્ટાફને જોતા કુલ 2થી 3 હજાર સ્ટાફ ગોઠવવામાં આવશે. ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધની સાથે હોલ ટિકિટ, પેન અને આઈકાર્ડ સિવાય કોઈપણ વસ્તુ ઉમેદવારને લઈ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : JAMNAGAR : રોશનીની જિંદગી રોશન ન કરી શકાઈ, બોરવેલમાં ફસાયેલી બાળકીનો મૃતદેહ બહાર કાઢાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AhmedabadGujaratGujarati NewsPreliminary ExamTAT S
Next Article