Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tathya Patel Case : આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન, જાણો શું છે કારણ ?

તથ્ય પટેલને એક વર્ષ બાદ હંગામી જામીન મળ્યા  માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ગ્રાહ્ય રાખ્યા દાદાની મરણક્રિયાનાં કારણોસર જામીન માગ્યા હતા  Tathya Patel Case : રાજ્યમાં ચર્ચાસ્પદ ઇસ્કોન બ્રિજ...
tathya patel case    આરોપી તથ્ય પટેલને મળ્યા હંગામી જામીન  જાણો શું છે કારણ
Advertisement
  1. તથ્ય પટેલને એક વર્ષ બાદ હંગામી જામીન મળ્યા 
  2. માત્ર એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર
  3. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ગ્રાહ્ય રાખ્યા
  4. દાદાની મરણક્રિયાનાં કારણોસર જામીન માગ્યા હતા 

Tathya Patel Case : રાજ્યમાં ચર્ચાસ્પદ ઇસ્કોન બ્રિજ એક્સિડેન્ટ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, આરોપી તથ્ય પટેલને એક વર્ષ બાદ હંગામી જામીન મળ્યા છે. માત્ર એક દિવસ માટે જ પોલીસ જાપ્તા સાથે જામીન (Bail) મંજૂર કરવામાં આવ્યા છે. દાદાની મરણક્રિયાનાં કારણોસર જામીન અરજી કરતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (Ahmedabad Court ) તથ્ય પટેલનાં જામીન ગ્રાહ્ય રાખ્યા છે.

આ પણ વાંચો - Gujarat-વિશેષ કોર્ટ વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર

Advertisement

એક વર્ષ પહેલા ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડ્યા હતા

લગભગ એક વર્ષ અગાઉ અમદાવાદનાં (Ahmedabad) SG હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ (SKCON Bridge) પર રાતના સમયે પૂરપાટ ઝડપે મોંઘદાટ કાર હંકારીને 9 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી નબીરા તથ્ય પટેલની હંગામી જામીન અરજી મંજૂર કરાઈ છે. તથ્ય પટેલે દાદાની મરણક્રિયાનું કારણ દર્શાવી જામીન આપવા અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલના જામીન ગ્રાહ્ય રાખ્યા છે અને માત્ર એક દિવસ માટે જ પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : 'ક્રિકેટ', 'હિટ વિકેટ', 'મેદાન' જેવા શબ્દોથી વિધાનસભામાં હસ્ય રેલાયું

દાદાની હાલત ગંભીર હોવાથી કરી હતી જામીન અરજી

પ્રાપ્ત માહિત મુજબ, જેલમાં કેદ આરોપી નબીરા તથ્ય પટેલે (Tathya Patel Case) બે દિવસ અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ( Ahmedabad Court) વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજીમાં રજૂઆત કરી હતી કે, તથ્યના દાદા બીમાર છે અને તેમની તબિયત ખૂબ જ ગંભીર છે. તથ્યના દાદાને શહેરની એક ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. જો કે, આ અરજી પર સુનાવણી થાય તે પહેલા જ તથ્ય તરફથી માહિતી આપવામાં આવી કે દાદાનું નિધન થયું છે અને અંતિમવિધિ, બેસણું સહિતની વિધિ માટે જામીનની માગ કરી હતી.

આ પણ વાંચો - Gujarat-મોડલ બાયલોઝ થકી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી પેક્સને સક્ષમ બનાવી શકાશે

Tags :
Advertisement

.

×