ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમીરીના નશામાં છાકટા બનેલા નબીરાએ 9 નિર્દોષ લોકોના જીવ લીધા..!

અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય...
11:53 AM Jul 20, 2023 IST | Vipul Pandya
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય...
અમદાવાદ (ahmedabad) ઇસ્કોન બ્રિજ (iscon bridge) પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. આ સમગ્ર ઘટનામાં આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાહિત ભુતકાળ ધરાવે છે. ગોતામાં 'હરે શાંતિ' બંગલોમાં રહેતા તથ્ય પટેલે 9 નિર્દોષ વ્યક્તિઓના પરિવારની શાંતિ છીનવી લીધી છે અને 9 પરિવારોને પીંખી નાખ્યા છે.
તથ્ય પટેલે આ ટોળામાં રહેલા લોકોને ફંગોળી કચડી નાંખ્યા
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે 1.10 વાગે અકસ્માત થયો હતો અને ટોળુ આ અકસ્માત જોવા ઉભુ હતું ત્યારે 160થી વધુ કિમીની સ્પીડે આવેલી જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે આ ટોળામાં રહેલા લોકોને ફંગોળી કચડી નાંખ્યા હતા જેમાં પોલીસ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા જ્યારે 10થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. તથ્ય પટેલને પણ સારવાર માટે સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયો છે.
તેનો પરિવાર બંગલામાંથી રફૂચક્કર
આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાહિત ભુતકાળ ધરાવે છે. તેની સામે ગેંગરેપનો ગુનો નોંધાયો હતો. તથ્ય પટેલ ગોતામાં ગોકુલ ફાર્મ હાઉસ સામે આલિશાન બંગલામાં રહે છે અને આ બંગલાનું નામ હરે શાંતિ છે. જો કે પૈસાના નશામાં ધૂત રહેલા આ નબીરાએ 9 નિર્દોષ લોકોના પરિવારનો માળો પીંખી નાખ્યો છે. તથ્ય અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે પણ તેનો પરિવાર બંગલામાંથી રફૂચક્કર થઇ ગયો છે. તથ્ય કોલેજના બીજા વર્ષમાં ભણે છે.
ખુદ પીઆઇ બન્યા ફરિયાદી
અકસ્માત બાદ તથ્ય પટેલ સામે ગુનો નોંધાયો છે. એસ.જી 2 ટ્રાફિક પોલીસના પીઆઇ વી.બી.દેસાઇ આ કેસમાં ખુદ ફરિયાદી બન્યા છે અને આરોપી સામે IPC 304  ,279. 337 338 mv act 177, 184 મુજબનો ગુનો નોંધાયો છે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપી તથ્યની ધરપકડ કરશે. કલમો મુજબ આઇપીસી 304 સાપરાધ માનવ વધ અને 279 મુજબ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવું અને 184 મુજબ વાહન ઓવર સ્પીડે ચલાવવું તથા કલમ 337, 338 મુજબ લોકોના જીવન સાથે ચેડાં કરવાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો---આરોપી તથ્ય પટેલે ડ્રગ્સનું સેવન કર્યું હતું..? પોલીસે શરુ કરી તપાસ 
Tags :
AccidentAhmedabadCrimeGujaratIscon Bridgetraffic accident
Next Article