Chhota Udaipur : નામાંકિત શાળાનાં લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી અને કર્યું શરમજનક કૃત્ય
- શિક્ષકની ગરિમાને લાંછન લગાવતી વધુ એક ઘટના (Chhota Udaipur)
- છોટાઉદેપુરની શાળામાં લંપટ શિક્ષકની કાળી કરતૂત
- લંપટ શિક્ષક સંજય પારેખે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા
રાજ્યમાં ગુરૂ અને શિષ્યના સંબંધોને લાંછન લગાવતી વધુ એક ઘટના બની છે. છોટાઉદેપુરમાં (Chhota Udaipur) નામાંકિત શાળાનાં શિક્ષકે ધો. 9 માં ભણતી વિદ્યાર્થિની પાસે બીભત્સ માંગણીઓ કરી શારિરીક અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીનો આરોપ છે કે લંપટ શિક્ષકે આવું પહેલા પણ બે વાર કર્યું હતું અને ધાક-ધમકી આપી હતી. આ વખતે વિદ્યાર્થિનીએ હિમ્મત કરી નરાધમ શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરતા છોટાઉદેપુર પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી શિક્ષકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -Rajkot : યુવતીનાં ગળે દાતરડું ફેરવી ક્રૂર હત્યા કરી, પછી હત્યારા યુવકે કર્યું એવું કે...
લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને બોલાવી શારિરીક અડપલાં કર્યાં
માહિતી અનુસાર, છોડાઉદેપુરમાં (Chhota Udaipur) એક લંટપ શિક્ષકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે. આરોપ છે કે નામાંકિત શાળાનાં શિક્ષક સંજય પારેખે ધો. 9 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને તેની બહેનપણીનાં માધ્યમથી બોલાવી હતી. ત્યાર બાદ બહેનપણીને જતા રહેવાનું કહી વિદ્યાર્થિનીને રોકી રાખી હતી. પીડિત વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે, શિક્ષક સંજય પારેખે તેણીની પાસે બીભત્સ માગણીઓ કરી હતી અને પછી શારિરીક અડપલાં કર્યા હતા.
આ પણ વાંચો -Mahisagar : Jignesh Mevani સામે દલિત સમાજે જ માંડ્યો મોરચો! જાણો કેમ થઈ રહ્યો છે ઊગ્ર વિરોધ ?
લંપટ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો
જો કે, વિદ્યાર્થિનીએ વિરોધ કરતા તેણીને ધાક-ધમકી આપી હતી. પીડિત વિદ્યાર્થિનીએ કહ્યું કે, શિક્ષકે આવું પહેલા પણ બે વાર કર્યું હતું અને કોઈને ન કહેવાની ધમકી આપી હતી. જો કે, આ વખતે વિદ્યાર્થિનીએ હિમ્મત કરી નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. છોટાઉદેપુર પોલીસે (Chhota Udaipur Police) આ મામલે લંપટ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો -Patan : બોગસ હોસ્પિટલ, નકલી તબીબ અને બાળ તસ્કરીનાં કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા!