ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Cup 2023 માં ટોપ 4માં પહોંચવાની રેસમાં છે ટીમ ઈન્ડિયા, જાણો કઇ ટીમની થઇ ઘર વાપસી

ICC ODI World Cup 2023 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણુ સારું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વર્લ્ડ કપનું ગ્રુપ સ્ટેજ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ટોપ-4 નું ચિત્ર સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. વળી મોટાભાગની ટીમ માટે હવે...
09:58 AM Oct 29, 2023 IST | Hardik Shah
ICC ODI World Cup 2023 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણુ સારું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વર્લ્ડ કપનું ગ્રુપ સ્ટેજ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ટોપ-4 નું ચિત્ર સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. વળી મોટાભાગની ટીમ માટે હવે...

ICC ODI World Cup 2023 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણુ સારું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વર્લ્ડ કપનું ગ્રુપ સ્ટેજ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ટોપ-4 નું ચિત્ર સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. વળી મોટાભાગની ટીમ માટે હવે વર્લ્ડ કપમાં કઇ ખાસ કરવાનું રહેતું નથી, એટલે કે તેમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા નહીંવત બની ગઇ છે. જેમ કે ગઇ કાલે રમાયેલી નેધરલેન્ડ્સની ટીમે બાંગ્લાદેશને હરાવી દીધી હતી અને શાકીબ અલ હસનની ટીમની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

વર્લ્ડ કપ 2023 માં સૌ પ્રથમ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારી ટીમ હવે બાંગ્લાદેશ બની ગઇ છે. કારણ કે બાંગ્લાદેશ હવે તેની બાકીની તમામ મેચો જીતીને પણ મહત્તમ 8 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહેશે અને આ વખતે તેનું 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચવું અશક્ય છે. ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિફાઇનલની રેસમાં પોતાને પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન જેવી ટીમોથી આગળ રાખી છે. બાંગ્લાદેશ ઉપરાંત નેધરલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની હવે સેમિફાઈનલમાં પહોંચવાની ઘણી ઓછી તકો છે. ત્યારે હવે ચાલો જાણીએ વર્લ્ડ કપ 2023 સેમી ફાઈનલનું સમીકરણ-

સેમિફાઇનલની રેસમાં ભારત સહિત આ 4 ટીમો આગળ 

હાલમાં ભારતની સાથે દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલની રેસમાં સૌથી આગળ છે. આ તમામ ટીમો અન્ય તમામ ટીમો કરતા વધુ પોઈન્ટ મેળવી શકી છે. સૌથી પહેલા જો ભારતની વાત કરીએ તો 5માંથી 5 મેચ જીત્યા બાદ રોહિત શર્મા અને બ્રિગેડ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતે હજુ 4 મેચ રમવાની છે અને ટીમ ઈન્ડિયા પાસે મહત્તમ 18 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આવી સ્થિતિમાં ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની સૌથી વધુ તકો છે.

દક્ષિણ આફ્રિકા પાસે છે તક

જ્યારે દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ છે જે હાલમાં મહત્તમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ ટૂર્નામેન્ટ આફ્રિકન ટીમ માટે અત્યાર સુધી શાનદાર રહી છે, જો નેધરલેન્ડ સામેના અપસેટને દૂર કરવામાં આવે તો આ ટીમ સારી રીતે રમી છે. ટેમ્બા બાવુમાની ટીમે અત્યાર સુધી રમાયેલી 6 મેચમાંથી 5માં જીત મેળવી ચુકી છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દક્ષિણ આફ્રિકા આગામી ત્રણ મેચ જીતીને 16 પોઈન્ટ હાંસલ કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ટોપ 4 માં થઇ શકે છે સામેલ

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો આ બંને ટીમો પાસે મહત્તમ 14 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. આ ચાર ટીમો સિવાય ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી અન્ય કોઈ ટીમ આટલા પોઈન્ટ સુધી પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં, જો ન્યૂઝીલેન્ડ અથવા ઓસ્ટ્રેલિયા અહીં મેચ હારે છે, તો પહેલા શ્રીલંકા અને અફઘાનિસ્તાન માટે દરવાજા ખુલશે કારણ કે આ બંને ટીમો મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આ સિવાય ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ અને પાકિસ્તાન એવી ત્રણ ટીમો છે જે મહત્તમ 10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. જો અહીંથી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાન ખૂબ જ ખરાબ રીતે રમશે તો જ આ ટીમોને સેમિફાઇનલમાં પહોંચવાની તક મળશે.

આ પણ વાંચો - NED vs BAN: વિશ્વ કપમાં ફરી થયો ઉલટફેર, નેધરલેન્ડે બાંગ્લાદેશને 87 રને હરાવ્યું

આ પણ વાંચો - Indian Cricketer : વર્લ્ડ કપ 2023 દરમિયાન BCCI દ્વારા કડક કાર્યવાહી, આ ભારતીય ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICCICC ODI World CupICC ODI World Cup 2023ODI World CupODI World Cup 2023Team IndiaWorld Cupworld cup 2023World Cup 2023 Semi Final Scenario
Next Article