Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટીમ ઈન્ડિયાની ODI જર્સીમાં થયો બદલાવ,જાણો તેની સૌથી મોટી ખાસિયત!

ભારતીય ટીમની નવી ODI જર્સી લોન્ચ કરી ભારતીય મહિલા કેપ્ટન રહ્યા હાજર ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પહેરશે નવી જર્સી New ODI Jersey:BCCIએ ભારતીય ટીમ(India cricket)ની નવી ODI જર્સી (New ODI Jersey)લોન્ચ કરી છે. મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં નવી જર્સીના...
ટીમ ઈન્ડિયાની odi જર્સીમાં થયો બદલાવ જાણો તેની સૌથી મોટી ખાસિયત
Advertisement
  • ભારતીય ટીમની નવી ODI જર્સી લોન્ચ કરી
  • ભારતીય મહિલા કેપ્ટન રહ્યા હાજર
  • ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પહેરશે નવી જર્સી

New ODI Jersey:BCCIએ ભારતીય ટીમ(India cricket)ની નવી ODI જર્સી (New ODI Jersey)લોન્ચ કરી છે. મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં નવી જર્સીના લોન્ચિંગ દરમિયાન ભારતીય મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ (harmanpreet kaur)હાજર હતા. 29 નવેમ્બરના રોજ જય શાહે (jay shah)ભારતીય ટીમની નવી ODI જર્સી લોન્ચ કરી હતી. આ જર્સી જર્મન કંપની એડિડાસ દ્વારા બનાવવામાં આવી છે. ભારતીય ટીમ આ જર્સી પહેરીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પ્રવેશ કરશે. જે ફેબ્રુઆરી-માર્ચમાં શરૂ થવા જઈ રહી છે.

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે પહેરશે નવી જર્સી

ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. હાલમાં ભારત સિરીઝમાં 1-0થી આગળ છે. બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. ભારતીય ટીમ આ સિરીઝમાં નવી જર્સી સાથે પ્રવેશ કરશે. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આ જર્સી સાથે જોવા મળશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Champions Trophy ની આજની બેઠકમાં શું થયું ? વાંચો અહેવાલ

BCCIએ શેર કર્યો વીડિયો

BCCIએ X પર નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હરમનપ્રીત કૌર જોવા મળી હતી. તેણે જર્સીની વિશેષતા પણ જણાવી. તેણે કહ્યું, "મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી પરના પડદાનું અનાવરણ કરવામાં આવ્યું છે. હું તેના દેખાવથી ખૂબ જ ખુશ છું. હું ખાસ કરીને ખભા પર ત્રિરંગાથી ખુશ છું.

આ પણ  વાંચો -દિલ્હીએ T20 ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો! તમામ 11 ખેલાડીઓએ કરી બોલિંગ

ભારતીય મહિલા ટીમ પહેલા કરશે ઉપયોગ

નવી જર્સીનો ઉપયોગ ભારતીય મહિલા ટીમ પુરૂષ ટીમ પહેલા કરશે. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે T20 અને ODI સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા જઈ રહી છે. વનડે સિરીઝ 5 ડિસેમ્બરથી શરૂ થશે. જ્યારે છેલ્લી મેચ 11મી ડિસેમ્બરે રમાશે. ભારતીય મહિલા ટીમ આ સિરીઝ માટે નવી જર્સીનો ઉપયોગ કરશે.

Tags :
Advertisement

.

×