ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TECH TIPS : ચાર્જિંગ વગર મોબાઇલ ચાર્જર પ્લગમાં નાંખી રાખવું ખીસ્સા પર ભારે પડશે

TECH TIPS : નાની રકમને નાગરિકોની સ્થિતીએ ગણીએ ત્યારે ખબર પડશે કે ચાર્જરને પ્લગ ઇન રાખવાની બેદરકારીથી વીજળીનો બગાડ થાય છે
08:22 PM Jun 29, 2025 IST | PARTH PANDYA
TECH TIPS : નાની રકમને નાગરિકોની સ્થિતીએ ગણીએ ત્યારે ખબર પડશે કે ચાર્જરને પ્લગ ઇન રાખવાની બેદરકારીથી વીજળીનો બગાડ થાય છે

TECH TIPS : મોબાઇલ ચાર્જર પ્લગ ઇન (MOBILE CHARGER PLUG IN) છે, પણ ફોન ચાર્જિંગ માટે મુકવામાં આવ્યો નથી ? શું તમને લાગે છે કે તેનાથી કોઈ નુકસાન નથી? તો રોકાઇ જજો ! નાનું દેખાતું મોબાઇલનું ચાર્જર દરરોજ તમારા ખિસ્સાને થોડું થોડું હળવું કરી રહ્યું છે. તમારું પ્લગ ઇન થયેલું ચાર્જર મૂંગુ રહીને વીજળી બિલમાં (CHARGER CONSUME ELECTRICITY) ઉમેરો કરી રહ્યું છે. અને મજાની વાત એ છે કે તમને તેનો ખ્યાલ પણ નથી. હકીકતે એ સાચું નથી કે ચાર્જર ફક્ત ફોન ચાર્જ કરતી વખતે જ વિજળીની ખપત કરે છે. હકીકતમાં પ્લગમાં કામ વગર પડેલું ચાર્જર વીજળી મીટર ફેરવી રહ્યું છે.

દર સેકન્ડે 419 યુનિટ વીજળીનો વપરાશ થાય

મોટાભાગના લોકો એવું વિચારે છે કે, જ્યાં સુધી ફોન ચાર્જર સાથે જોડાયેલ નથી, ત્યાં સુધી વીજળીનો વપરાશ થતો નથી. જ્યારે આ બેદરકારીને કારણે દર વર્ષે 22 કરોડ વીજળી યુનિટ વેડફાય છે. એટલે કે પ્લગ ચાલુ રાખવાની બેદરકારીને કારણે દરરોજ 6 લાખ 3 હજાર યુનિટનો બગાડ થાય છે. ભારતમાં લોકોની આ બેદરકારીને કારણે દર સેકન્ડે 419 યુનિટ વીજળીનો વપરાશ થાય છે.

તાત્કાલિક દૂર કરી દેશો

પ્લગ ઇન કરેલું ખાલી ચાર્જર દરરોજ આશરે 7.2 વોટ પાવર વાપરે છે. જેથી તે પ્રતિદીન આશરે 0.0072 યુનિટનો વપરાશ કરે છે. ભારતમાં સરેરાશ ઘરેલુ વીજળીનો દર પ્રતિ યુનિટ 6 રૂપિયા છે. જો કે, તે અલગ-અલગ રાજ્યોમાં વધુ કે ઓછુંવત્તુ હોઈ શકે છે. એક સામાન્ય ચાર્જર એક દિવસમાં 4 પૈસાની વીજળી વાપરે છે. આ ખર્ચ દર મહિને રૂ. 1.30 જેટલો થવા પામે છે. આ દર વર્ષે પ્રતિ વ્યક્તિ આશરે 15.60 રૂપિયા થાય છે. જ્યારે તમે આ નાની દેખાતી રકમને ભારતીય મોબાઇલ વપરાશકર્તાઓની સંખ્યા સાથે જોડો છો, ત્યારે તમને ખબર પડશે કે ચાર્જરને પ્લગ ઇન રાખવાની બેદરકારીને કારણે મોટી માત્રામાં વીજળીનો બગાડ થાય છે. હવેથી તમે પણ ચાર્જરને સોકેટમાં પ્લગ થયેલ જોશો, ત્યારે તેને તાત્કાલિક દૂર કરી દેશો.

ચાર્જર ફાટવાનો અથવા આગ લાગવાનો ભય

જો તમને લાગે છે કે ચાર્જરને પ્લગ ઇન રાખવાથી ફક્ત પાવરનો બગાડ થાય છે, તો એવું નથી. આ એક બેદરકારી ઘણા મોટા નુકસાન તરફ દોરી શકે છે. આ ભૂલને કારણે, તમારા મોંઘા ચાર્જરને નુકસાન થવાનું અથવા ઘરમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. તેને આ રીતે સમજો કે પ્લગ ઇન કરેલા ખાલી ચાર્જરમાં, વીજળી સતત વહેતી રહે છે. હવે, જ્યારે એસી અને ફ્રીજ જેવા મોટા ઉપકરણોનો સતત ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે, તો પછી સતત પ્લગ ઇન કર્યા પછી તમારું નાનું ચાર્જર કેવી રીતે કાર્યરત સ્થિતિમાં રહી શકે છે? આ ભૂલને કારણે, ચાર્જર ફાટવાનો અથવા આગ લાગવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં, ચાર્જરને ક્યારેય ખાલી ન રાખો.

આ પણ વાંચો --- 5 જૂના iPhones તમને 2025 માં ધનવાન બનાવી શકે છે, ભારતમાં રિસેલ વેલ્યુ તપાસો

Tags :
ChargerchargingcostGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinmobileplugpocketTechTipswithoutyour
Next Article