Ahmedabad : પશ્ચિમ રેલવે મુંબઈ- રાજકોટ-ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તેજસ એક્સપ્રેસ દોડાવશે
- મુંબઇ અને રાજકોટ વચ્ચે દોડશે તેજસ એક્સપ્રેસ
- ઉનાળુ વેકેશનમાં વધુ ટ્રેનની માગને લઇ લેવાયો નિર્ણય
- 2જૂનથી 25 જૂન સુધી દોડશે આ ટ્રેન
- 25 મેથી આ સ્પેશ્યલ ટ્રેનનું બુકિંગ થશે શરૂ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઉનાળા દરમિયાન મુસાફરી ની માંગને પહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ તથા મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો
ટ્રેન સંખ્યા 09017/09018 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ તેજસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન સંખ્યા 09017 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ સ્પેશ્યલ દર સોમવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે. બીજા દિવસે 12.55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 02 જૂનથી 30 જૂન, 2025 સુધી ચાલશે. ટ્રેન સંખ્યા 09018 ગાંધીધામ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર મંગળવારે ગાંધીધામથી 18.55 કલાકે ઉપડશે બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 03 જૂન, 2025 થી 01 જુલાઈ, 2025 સુધી ચાલશે.
For the convenience of passengers and to meet the travel demand during the summer season WR will run a Tejas Superfast special weekly train between Mumbai Central and Gandhidham.
The booking for Train Nos. 09017 and 09018 will open from 25.05.2025 at PRS counters and on the… pic.twitter.com/G7gRgsX02r
— Western Railway (@WesternRly) May 24, 2025
2. ટ્રેન સંખ્યા 09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશ્યલ 18 ફેરા. ટ્રેન સંખ્યા 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશ્યલ દર બુધવારે અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક મળી
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે. ટ્રેનનું બુકિંગ 25.05.2025 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચોઃ Ahmedabad: આ છે સાબરમતીની સફાઈ પડી ગયા ફોટો અને વહેવા લાગ્યા ગટરના પાણી