ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : પશ્ચિમ રેલવે મુંબઈ- રાજકોટ-ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તેજસ એક્સપ્રેસ દોડાવશે

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ વચ્ચે ચલાવશે સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
09:22 PM May 24, 2025 IST | Vishal Khamar
પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ અને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ વચ્ચે ચલાવશે સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
tejas Express gujarat first news

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઉનાળા દરમિયાન મુસાફરી ની માંગને પહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ અને રાજકોટ તથા મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ તેજસ સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સ્પેશ્યલ ટ્રેનોની વિગતો

ટ્રેન સંખ્યા 09017/09018 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ તેજસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ  ટ્રેન સંખ્યા 09017 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીધામ સ્પેશ્યલ દર સોમવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે. બીજા દિવસે 12.55 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 02 જૂનથી 30 જૂન, 2025 સુધી ચાલશે. ટ્રેન સંખ્યા 09018 ગાંધીધામ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર મંગળવારે ગાંધીધામથી 18.55 કલાકે ઉપડશે બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 03 જૂન, 2025 થી 01 જુલાઈ, 2025 સુધી ચાલશે.

2. ટ્રેન સંખ્યા 09005/09006 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ તેજસ સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક સ્પેશ્યલ 18 ફેરા. ટ્રેન સંખ્યા 09005 મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ સ્પેશ્યલ દર બુધવારે અને શુક્રવારે મુંબઈ સેન્ટ્રલથી 23.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 30 મે થી 27 જૂન, 2025 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09006 રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશ્યલ દર ગુરુવાર અને શનિવારે રાજકોટથી 18.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન 31 મે થી 28 જૂન, 2025 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચોઃ વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક મળી

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટાયર અને એસી 3-ટાયર કોચ છે. ટ્રેનનું બુકિંગ 25.05.2025 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચોઃ Ahmedabad: આ છે સાબરમતીની સફાઈ પડી ગયા ફોટો અને વહેવા લાગ્યા ગટરના પાણી

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSspecial trainSummer VacationTejas Express trainTejas trainWestern Railway
Next Article