Allu Arjun ના જામીન મંજૂર કરનારા મહિલા ન્યાયાધીશ કોણ છે? જાણો
- Justice Juvvadi Sridevi એ જામીન મંજૂર કર્યા
- આંધ્ર પ્રદેશમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી
- 2022 માં High Court માં જજ તરીકે બઢતી આપવામાં આવી
Telangana High Court Allu Arjun Case : Allu Arjun ની ધરપકડમાંથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે Telangana High Court એ Allu Arjun ને જામીન આપી દીધા છે. ત્યારે સમગ્ર દેશમાં Allu Arjun ના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. તે ઉપરાંત Allu Arjun ના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે Allu Arjun ના સપોર્ટમાં દેશના મોટભાગના કલાકારો મેદાને આવ્યા છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે વધુ એક વ્યક્તિ સૌથી ચર્ચાનો વિષય બની છે, તે છે Telangana High Court ના ન્યાયાધીશ કોણ છે?
આંધ્ર પ્રદેશમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી
એક અહેવાલ અનુસાર, Telangana High Court માં Justice Juvvadi Sridevi એ Allu Arjun ના જામીન મંજૂર કર્યા હતા. તો Justice Juvvadi Sridevi નો જન્મ 10 ઓગસ્ટ, 1972 ના રોજ જુવવાદી ભારતી અને જુવવાદી સૂર્ય રાવને ત્યાં થયો હતો. તેઓ જગતિયાલ જિલ્લાના થિમ્માપુર ગામના રહેવાસી છે. Justice Juvvadi Sridevi એ સેન્ટ એન હાઈસ્કૂલ, બોલારમ અને શ્રી ઓરોબિંદો ઈન્ટરનેશનલ સ્કૂલ અને હૈદરાબાદમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી Justice Juvvadi Sridevi એ ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે વર્ષ 1996 માં ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજ, નાંદેડમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો.
આ પણ વાંચો: Pushpa મિનિટોમાં જેલની બહાર આવ્યો, Allu Arjun ને હાઈકોર્ટે આપ્યા જામીન
2022 માં High Court માં જજ તરીકે બઢતી આપવામાં આવી
આ પછી તેમણે વર્ષ 1996 માં આંધ્ર પ્રદેશ સ્ટેટ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ નિર્મળમાં એન. પ્રતાપ રેડ્ડીની ઓફિસમાં જોડાયા હતા. નિર્મલની સહાયક સેશન્સ કોર્ટમાં એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમણૂક થયા બાદ તેમણે Telangana High Courtમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. અહીં મહેસૂલ, મ્યુનિસિપલ, સર્વિસ અને ફોજદારી કાયદા સહિત વિવિધ કાયદાઓનો અનુભવ મેળવ્યો હતો. તેઓ 2014 થી 2017 સુધી જમીન સંપાદન માટે સરકારી વકીલ રહી ચુક્યા છે. 24 જાન્યુઆરી 2018 ના રોજ તેમની Telangana High Court માં વધારાના સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે 24 માર્ચ, 2022 ના રોજ તેણીને Telangana High Court માં જજ તરીકે બઢતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Pushpa ની ધરપકડનો ચાહકોએ કર્યો વિરોધ, મંત્રીઓની ધરપકડની કરી માગ