Pawan Kalyanનો અચાનક કાકીનાડા પોર્ટ પર છાપો, ચોખાની દાણચોરીનો કર્યો પર્દાફાશ
- આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કાકીનાડા પોર્ટ પર PDS માટે ચોખાની દાણચોરીનો પર્દાફાશ કર્યો
- પવન કલ્યાણે કાકીનાડા પોર્ટ પર છાપો મારતા અધિકારીઓમાં ગભરાટ
- રીલ અને રિયલ લાઇફમાં પણ હિરો બન્યા પવન કલ્યાણ
Pawan Kalyan : અભિનેતા અને રાજકારણી પવન કલ્યાણે (Pawan Kalyan) ભારતીય સિનેમામાં માત્ર પાવર સ્ટાર તરીકે જ પોતાની ઓળખ બનાવી નથી પરંતુ તે હવે રાજકારણમાં પણ પાવર સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. રીલ લાઈફના હીરોમાંથી તે રિયલ લાઈફનો હીરો બની ગયા છે. તેઓ આંધ્રપ્રદેશના રાજકારણમાં નવી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે. જ્યારે તેઓ ભ્રષ્ટાચાર સામે સખત પ્રહાર કરે છે, ત્યારે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે અત્યંત સંવેદનશીલ દેખાય છે. પવન કલ્યાણ, જે પબ્લિક હીરો તરીકે ઉભરી આવ્યા છે, તે અચાનક જ ગમે તે સ્થળે જતા રહે છે અને અધિકારીઓમાં ગભરાટ પેદા કરે છે.
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે કાકીનાડા પોર્ટ પર PDS માટે ચોખાની દાણચોરીનો પર્દાફાશ કર્યો
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ શુક્રવારે કાકીનાડા પોર્ટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે PDS માટે ચોખાની દાણચોરીનો પર્દાફાશ કર્યો. તેમણે આ વિશે માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ જ નથી કર્યું પરંતુ રાષ્ટ્રીય હિત સાથે જોડાયેલા મુદ્દા પણ ઉઠાવ્યા હતા.
પીડીએસ ચોખાની દાણચોરી કરવામાં આવી રહી હતી
પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર કહ્યું કે હું પીડીએસ ચોખાની ગેરકાયદેસર દાણચોરીની તપાસ કરવા કાકીનાડા પોર્ટ આવ્યો હતો. અગાઉના શાસનમાં આ કૌભાંડ ઘણું વધી ગયું હતું અને હજુ પણ ચાલુ છે. આ બંદર બધા માટે મફત લાગે છે. કોઈ જવાબદારી નથી. કોઈ દેખરેખ નથી. તેમણે પૂછ્યું કે જિલ્લા વહીવટીતંત્ર અને કાકીનાડા પોર્ટ ઓથોરિટી આવું કેમ થવા દે છે? આ અંગે ઉંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેમણે જે જહાજ દ્વારા દાણચોરી થતી હતી તેને જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આરડીએક્સ પણ આવી શકે છે
ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે એમ પણ કહ્યું કે આજે પીડીએસ ચોખાની દાણચોરી થઈ રહી છે અને કાલે વિસ્ફોટક અથવા આરડીએક્સ આવી શકે છે. શું ગુનેગારો ચોખાની દાણચોરી બંધ કરશે? આપણા દેશમાં મુંબઈમાં વિસ્ફોટ અને આતંકવાદી હુમલા થયા છે. પૂર્વ ગોદાવરી જિલ્લામાં ONGC અને KG બેસિન જેવા મુખ્ય એકમો છે. તેથી, અમે રાષ્ટ્રના હિતમાં કડક પગલાં લઈશું.
આ પણ વાંચો---Pawan Kalyan એ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા પ્રશ્નો, ગૃહમંત્રીને લીધા આડે હાથ
બાંગ્લાદેશમાં હિન્દુઓના મુદ્દે પણ ખુલીને વાત કરી
પવન કલ્યાણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના મુદ્દે પણ ખુલીને વાત કરી ચૂક્યા છે. તેમણે બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડની પણ નિંદા કરી છે. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર અત્યાચાર રોકવા વિનંતી કરી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની રચનામાં ભારતીય સેનાનું લોહી વહાવવામાં આવ્યું હતું. અમારા સંસાધનો ખર્ચવામાં આવ્યા હતા. બાંગ્લાદેશમાં આપણા હિંદુ ભાઈ-બહેનોને કેવી રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે ચિંતાજનક છે.
પવન કલ્યાણ પવન નથી પણ આંધી છે, માર્શલ આર્ટમાં માસ્ટર છે
સુપરસ્ટાર પવન કલ્યાણનો જન્મ 2 સપ્ટેમ્બર 1974ના રોજ થયો હતો. તેમનું સાચું નામ કોનિડાલા કલ્યાણ કુમાર છે. તેણે 1996માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તે માર્શલ આર્ટમાં માસ્ટર છે. તેમણે કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસલ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવન કલ્યાણ વિશે કહ્યું છે કે તે પવન નથી પરંતુ આંધી છે. પવન કલ્યાણે વર્ષ 2014માં જન સેવા પાર્ટીની રચના કરી હતી.
આ પણ વાંચો---Pawan Kalyan નું સનાતન ધર્મના રક્ષણ માટે મહત્વનું પગલું