ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Supreme Court બાદ અમદાવાદ સેશન્સ કોર્ટમાં તણાવ : જજ પર જૂતું ફેંકવાની ઘટના, ફરિયાદીની અટકાયત

Supreme Court ના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેકવાની ઘટનાથી હાંહાકર મચ્યો હતો, આ ઘટનાને હજું ગણતરીના દિવસો થયા છે, તે વચ્ચે જ અમદાવાદની સેશન્સ કોર્ટમાં પણ આવી જ એક ઘટના બની છે, જેમાં તો વકીલે નહીં પરંતુ ફરિયાદીએ જ જજને જુતૂં મારી દીધું છે. આ ઘટના પછી કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે યુદ્ધના ધોરણે ફરિયાદીની અટક કરી લીધી છે
06:11 PM Oct 14, 2025 IST | Mujahid Tunvar
Supreme Court ના ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેકવાની ઘટનાથી હાંહાકર મચ્યો હતો, આ ઘટનાને હજું ગણતરીના દિવસો થયા છે, તે વચ્ચે જ અમદાવાદની સેશન્સ કોર્ટમાં પણ આવી જ એક ઘટના બની છે, જેમાં તો વકીલે નહીં પરંતુ ફરિયાદીએ જ જજને જુતૂં મારી દીધું છે. આ ઘટના પછી કોર્ટમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે યુદ્ધના ધોરણે ફરિયાદીની અટક કરી લીધી છે

અમદાવાદ : માત્ર થોડા દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટમાં ( Supreme Court ) ચીફ જસ્ટિસ (CJI) બી આર ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના બન્યા પછી હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં પણ આવી જ રીતની શર્મનાક ઘટના સામે આવી છે. એડિશનલ પ્રિન્સિપલ જજ એમ.પી. પુરોહિત પર ફરિયાદીએ જૂતું ફેંક્યું હોવાના કારણે કોર્ટ રૂમમાં તણાવનું વાતાવરણ ઉભું થયું હતું. આ ઘટના કોર્ટની અખંડિતતા પર પ્રશ્નો ઉભા કરે છે અને ન્યાયિક વ્યવસ્થામાં વધતા અસંતોષને દર્શાવી રહ્યું છે.

ઘટના સોમવારે અમદાવાદ સેશન્સ કોર્ટની એડિશનલ પ્રિન્સિપલ કોર્ટમાં બની છે. વાત એમ છે કે, કોર્ટે ફરિયાદીની અપીલ કાઢી નાખવા અંગેના નિર્ણય વિરુદ્ધ તરફદાર વ્યક્તિ રોષે ભરાયો હતો. કેસની વિગતો અનુસાર, આ અપીલ કોઈ વ્યક્તિગત કેસ સાથે જોડાયેલી હતી, જેમાં ફરિયાદીએ કોર્ટના નિર્ણયને ન્યાયપૂર્ણ નહોતું માન્યું. નિર્ણય વાંચતાં જ ફરિયાદી અને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. કોર્ટના નિર્ણય પછી ગુસ્સે ભરાયેલા ફરિયાદીએ જજ એમ.પી. પુરોહિત તરફ જૂતું ફેંકી દીધું હતું.ૉ

આ પણ વાંચો- Amit Khunt Suicide Case : સુપ્રીમ કોર્ટનો રાજદીપસિંહ જાડેજાને મોટો ઝટકો, આગોતરા જામીન અરજી નામંજૂર

પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફરિયાદીને અટકાયત કરી લીધી હતી. તેની વિરુદ્ધ કોર્ટની અખંડિતતા ભંગ કરવા અને અપરાધી કાર્યવાહી હેઠળ ગુનો નોંધવામાં આવી શકે છે. આ ઘટના થોડા દિવસો પહેલાં દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં પણ જૂંતો ફેંકવાની ઘટના ઘટી હતી. જ્યાં એક વકીલે CJI પર જૂતું ફેંક્યું હતું. આવી ઘટનાઓ ન્યાયિક વ્યવસ્થા પ્રત્યેના વિશ્વાસને ડગમગાવે છે અને કડક કાર્યવાહીની જરૂરિયાતને દર્શાવે છે.

આ ઘટના ગુજરાતમાં કોર્ટોમાં વધતા તણાવને દર્શાવે છે, જ્યાં કેસોના વિલંબ અને નિર્ણયો વિરુદ્ધના અસંતોષને કારણે આવા પ્રકારની આકસ્મિકતાઓ વધી રહી છે. કાનૂની નિષ્ણાતોના મતે, આવા કેસોમાં ફરિયાદીઓને વધુ સમયબદ્ધ ન્યાય આપવા માટે વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે. જજ એમ.પી. પુરોહિત સુરક્ષિત છે અને તેમણે ઘટના પછી કાર્યરત રહીને અન્ય કેસોની કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો- સેન્ટ્રલ જીએસટીના કલાસ-1 અને કલાસ-2 અધિકારીને ACB Gujarat ની ટીમે 2 હજાર લેતા પકડ્યા

Tags :
#GujaratBreaking#Judgeshoes#MPPurohit#SessionsCourtIncidentAhmedabadCourtGujaratFirst
Next Article