ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભયંકર અકસ્માત : હેમખેમ ગાડીમાંથી તો બહાર આવ્યા પરંતુ તે છતાં મોત ભેટી ગઈ

ભયંકર અકસ્માત : ઉદયપુર-અમદાવાદ હાઈવે પર ભેંસને બચાવવા જતાં એક બોલરે ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ગાડી ડિવાઈડરથી ટકરાઈને રોંગ સાઈડ જતી રહી હતી, આ દરમિયાન અંદર બેસેલા ચાર લોકોને કંઈ થયું નહતું પરંતુ જેવા જ તેઓ બહાર નિકળ્યા અને તેમને મોત ભેટી ગઈ હતી...
12:22 AM Oct 12, 2025 IST | Mujahid Tunvar
ભયંકર અકસ્માત : ઉદયપુર-અમદાવાદ હાઈવે પર ભેંસને બચાવવા જતાં એક બોલરે ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ગાડી ડિવાઈડરથી ટકરાઈને રોંગ સાઈડ જતી રહી હતી, આ દરમિયાન અંદર બેસેલા ચાર લોકોને કંઈ થયું નહતું પરંતુ જેવા જ તેઓ બહાર નિકળ્યા અને તેમને મોત ભેટી ગઈ હતી...

ભયંકર અકસ્માત : ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર ઋષભદેવ કસ્બામાં શનિવારે રાત્રે ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. ભેંસને બચાવવાના પ્રયાસમાં ચાર વાહનો – ટેન્કર, ટ્રક, જીપ અને બોલેરો એકબીજા સાથે ટકરાયા હતા. આ ભયંકર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.

ભયંકર અકસ્માત

અકસ્માત મયુર મિલ સામે રાત્રે આશરે આઠ વાગ્યે બન્યો હતો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે એક કાર ભૂક્કો બોલી ગયો હતો. મૃતદેહોની ઓળખ થવી પણ મુશ્કેલ થઈ જાય તેટલી હદ્દે પીસાઈ ગયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, ઉદયપુરથી પરત ફરતી બોલેરો ભેંસને બચાવવાના ચક્કરમાં ડિવાઈડર પાર કરીને બીજી લેનમાં પલટી મારી ગઈ હતી. બોલેરોમાં સફર કરતા ચારેય લોકો કોઈક રીતે બહાર નીકળીને ડિવાઈડર પાસે આવી ગયા હતા. પરંતુ બીજી તરફથી સ્પીડમાં આવી રહેલા ટ્રેલરે ડિવાઈડર સાથે ટકરાતા ચારેય લોકોને કચડી નાંખ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે લાશોના ટુકડા સડક પર પથરાઈ ગયા હતા.

આ પણ વાંચો- અમદાવાદમાં 70માં ફિલ્મફેર એવોર્ડ્સનું ભવ્ય આયોજન,ઝીનત અમાનને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

પોલીસે શું કહ્યું?

ઋષભદેવ થાના અધિકારી ભરતસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે મૃતકોની ઓળખ સલુમ્બરના સેમારી વિસ્તારના ભોરાઈ ઘાટા વતની અનિલ (30) પુત્ર મૂળચંદ મીણા, બસંતી (54) પત્ની મૂળચંદ મીણા, શક્તાવતો કા ગઢા વતની જીજા દેવી (24) પત્ની જીતેન્દ્ર કુમાર કટારા અને ડુંગરપુરના ખેમા વતની ઈશ્વર પુત્ર ધુલા મીણા તરીકે થઈ છે. આ બધા ઉદયપુરમાં પરિવારજનોને ડોક્ટરને બતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા.

ભયંકર અકસ્માત પછી હાઈવે પર લાંબો જામ

ઘાયલોમાં અજમેરના કિશનગઢ વતની કૈલાશ પુત્ર ગણપતલાલને ગંભીર સ્થિતિમાં ઋષભદેવ હોસ્પિટલથી ઉદયપુર રેફર કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં ઉપખંડ અધિકારી ભાગચંદ રેગર અને થાના અધિકારી ભરતસિંહ રાજપુરોહિત પોલીસ ટીમ સાથે મોકળે પહોંચ્યા અને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત પછી હાઈવે પર લાંબો જામ લાગી ગયો હતો.

આ પણ વાંચો- ‘ભારત સાથે સંબંધ અમૂલ્ય’, PM MODI સાથે મુલાકાત બાદ અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનું નિવેદન

Tags :
#GujaratRajasthanBorderAccident#MayurMillAccident#RajasthanHighwayDeath#RescuingBuffaloAccident#RishabhdevRoadAccident#UdaipurAhmedabadHighwayAccident #BoleroTrailerCollision
Next Article