ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગડ્ડી ગેંગનો આતંક ખત્મ : સુરત પોલીસે ચાનું સ્ટોલ તો શાકભાજીનો લગાવ્યો ઠેલો; ત્રણને ઝડપી પાડ્યા

ચોકબજારમાં દાગીના લૂંટનારી ગેંગ ઝડપાઈ: ત્રણ આરોપીઓ પોલીસના શિકંજામાં
07:39 PM Aug 26, 2025 IST | Mujahid Tunvar
ચોકબજારમાં દાગીના લૂંટનારી ગેંગ ઝડપાઈ: ત્રણ આરોપીઓ પોલીસના શિકંજામાં

સુરત : સુરત પોલીસે પોતાની ઓળખ બદલીને ગડ્ડી ગેંગનો આતંક ખતમ કરી દીધો છે. ગડ્ડી ગેંગને ઝડપી પાડવા માટે સુરત પોલીસે પોતાનો વેશ પલ્ટો કર્યો હતો. પોલીસ કર્મચારીએ ચાનું સ્ટોલ શરૂ કર્યું તો  શાકભાજી વેચનારા બન્યા હતા. આમ ચા-શાકભાજી વેચનારાઓનો વેશ ધારણ કરીને અનેક દિવસો સુધી ચડ્ડી ગેંગના લોકોને રેકી કરવામાં આવી હતી. સુરત પોલીસને અથાગ મહેનત પછી ચડ્ડી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

સુરતના ચોકબજાર વિસ્તારમાં “તમે પહેરેલા દાગીના કોઈ લઈ જશે” તેવું કહીને નાગરિકોને લૂંટનારી ગડ્ડી ગેંગનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે. ચોકબજાર પોલીસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાયડ અને ઇડર વિસ્તારમાંથી ત્રણ આરોપીઓ હિતેશ સલાટ, વિક્રમ સલાટ અને મીના સલાટની ધરપકડ કરી છે. આ ગેંગે 11 ઓગસ્ટે ચોકબજારના બહુચરાજી નગરમાં એક મહિલાને ટાર્ગેટ કરીને સોનાની બુટ્ટી સહિતના દાગીના લૂંટી લીધા હતા. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી અને આ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે.

ગડ્ડી ગેંગની લૂંટની મોડસ ઓપરેન્ડી

આ ગેંગ ખાસ રીતે પગપાળા જતી મહિલાઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ વેશપલટો કરીને શેરીઓમાં ફરતા અને લોકોને ડરાવવા માટે ખોટી વાતો કરતા હતા. ચોકબજારની ઘટનામાં આરોપીઓએ એક મહિલાને “તમે પહેરેલા સોનાના દાગીના આગળ કોઈ લઈ જશે” તેવું કહીને ડરાવી હતી. તેમણે ઉપર 500 રૂપિયાની અસલ નોટ અને નીચે કાગળની ગડ્ડી બતાવીને મહિલાને છેતરી હતી. આ રીતે તેમની પાસેથી સોનાની બુટ્ટી સહિતના દાગીના પડાવી લઈ ગેંગ ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો- Rajkot : બી.એ. ડાંગર કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત

પોલીસની તપાસ અને ધરપકડ

11 ઓગસ્ટે બનેલી આ ઘટના બાદ ચોકબજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળે લાગેલા CCTV કેમેરાના ફૂટેજની મદદથી પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ રીઢા ગુનેગારો છે અને વેશપલટો કરીને આવા ગુનાઓ આચરે છે. પોલીસે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાંથી આ ત્રણેય આરોપીઓ એવા હિતેશ સલાટ (32), વિક્રમ સલાટ (28), અને મીના સલાટ (35)ની ધરપકડ કરી લીધી છે. પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો કે હિતેશ સલાટ અને મીના સલાટ સામે અગાઉ ભિલોડા અને તલોદ પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ ગડ્ડી ગેંગના સભ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જે સુરત, સાબરકાંઠા, અને અરવલ્લી જેવા વિસ્તારોમાં સક્રિય હતી.

નવસારીમાં પણ બન્યો હતો કેસ

ઉલ્લેખનિય છે કે, આ ગેંગ પૈસાની ગડ્ડી બતાવીને લોકો સાથે છેતરપિંડી કરે છે. આ પહેલા પણ સુરતમાં ગડ્ડી ગેંગ દ્વારા અનેક લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા. તેઓ વિવિધ રીતે લોકોને સાથે છેતરપિંડી કરે છે. બે-પાંચ લાખ રૂપિયાની ગડ્ડી બતાવીને 10-15 હજાર રૂપિયાની વસ્તુ માંગે છે, તેથી લોકો પોતાની ચીજ-વસ્તુની કિંમત કરતાં વધારે પૈસા મળતા હોવાનું દેખીને છેતરાઈ જતાં હોય છે. નવસારીમાં પણ આવી રીતનો એક કેસ નોંધાઈ ચૂક્યો છે. જેમાં એક વ્યક્તિ પાસેથી સોનાનો દોરો અને મોબાઈલ પડાવી લેવામાં આવ્યા હતા. આ વ્યક્તિને બે લાખ રૂપિયાની ગડ્ડી બતાવવામાં આવી હતી.

આ બે લાખના બદલામાં વ્યક્તિ પાસેથી સોનાની ચેઈન અને 10 હજાર રૂપિયાની કિંમતના મોબાઈલ સહિત 30-40 હજાર રૂપિયાની ચીજવસ્તુઓ પડાવી લેવામાં આવી હતી.

આ પણ વાંચો- ગિરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત વિવાદમાં નવો વળાંક : નવા મહંતની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ

Tags :
#GaddiGang #ChowkBazar#JewelryRobbery #PoliceArrestgujaratnewsSuratCrime
Next Article