Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: આંબલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક, જમીન દલાલનાં ઘરમાં ઘુસી કર્યો હુમલો

અમદાવાદમાં વ્યાજખોરોએ જમીન દલાલને ધમકીઓ આપી માર મારતા જમીન દલાલે સરખેજ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી.
ahmedabad  આંબલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક  જમીન દલાલનાં ઘરમાં ઘુસી કર્યો હુમલો
Advertisement
  • સરખેજ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો સામે ફરિયાદ
  • જમીન દલાલી કરતા વેપારીએ વ્યાજે લીધા હતા રૂપિયા
  • ધમકીઓથી કંટાળી આઠ મહિના પહેલા જમીન દલાલે ઘર છોડ્યું હતું

અમદાવાદ શહેરના આબંલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર (Usury) પાસેથી 60 લાખ રૂપિયા 30 ટકા વ્યાજે લીધા હતા. જેમાં મુડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચુકવી દીધા હતા. તેમ છતાંય, વ્યાજખોર ભાર્ગવ દેસાઇ (Bhargav desai) અને તેના ભાઇએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી. જેથી જમીન દલાલ (Land broker) ને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. રવિવારે જમીન દલાલ (Land broker) મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઇ (hargav desai) અને તેના ભાઇએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ૬૦ લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચુકવણી બાદ વ્યાજખોરોએ નાણાંની માંગણી કરતા ફરિયાદને ઘર છોડવાનો વારો આવ્યો છે. પોલીસે (Ahmedabad police) સમગ્ર કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે.

Tags :
Advertisement

.

×