રાજકોટમાંથી 23 વર્ષમાં 3 વખત પકડાયા આતંકી, પોલીસ તપાસનો ધમધમાટ
સૌરાષ્ટ્રમાંથી 50 દિવસમાં 7 આતંકી ઝડપાયા રાજકોટમાંથી 23 વર્ષમાં 3 વખત પકડાયા આતંકી 2000, 2008 બાદ ફરી 3 આતંકીની ધરપકડ અલકાયદાના 3 આતંકીની ATSએ ધરપકડ કરી આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા ધરપકડ હથિયાર ચલાવવાની તાલીમ મેળવતા હતા ગુજરાત...
Advertisement
- સૌરાષ્ટ્રમાંથી 50 દિવસમાં 7 આતંકી ઝડપાયા
- રાજકોટમાંથી 23 વર્ષમાં 3 વખત પકડાયા આતંકી
- 2000, 2008 બાદ ફરી 3 આતંકીની ધરપકડ
- અલકાયદાના 3 આતંકીની ATSએ ધરપકડ કરી
- આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલા ધરપકડ
- હથિયાર ચલાવવાની તાલીમ મેળવતા હતા
- ગુજરાત ATS દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ
રાજકોટ(Rajkot)માંથી તાજેતરમાં અલકાયદાના 3 આતંકી ઝડપાયા બાદ સૌરાષ્ટ્ર (Saurashtra)માં આતંકી ગતિવિધીઓ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે કારણ કે સૌરાષ્ટ્રમાંથી 50 દિવસમાં 7 આતંકી ઝડપાયા છે. રાજકોટમાંથી 23 વર્ષમાં 3 આતંકી ઝડપાયા છે.
આ આતંકીઓ હથિયાર ચલાવવાની તાલીમ મેળવતા હતા
સુત્રોએ કહ્યું કે 2000 અને 2008ના વર્ષ બાદ રાજકોટમાંથી ફરી 3 આતંકી ઝડપાયા છે. અલકાયદાના આ 3 આતંકી રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ ગુજરાત એટીએસના હાથે ઝડપાઇ ગયા હતા. આ આતંકીઓ હથિયાર ચલાવવાની તાલીમ મેળવતા હતા. ગુજરાત ATS દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરી દેવાયો છે.
આફતાબ અંસારીને જવાબદારી સોંપાઇ હતી
રાજકોટમાં જૈશ એ મોહમ્મદનો પહેલો ડોળો પડ્યો હતો. 12 નવેમ્બર 2000ના વર્ષમાં લંડન સ્થિત શેખ મોહમ્મદ ઓમરે ભારતમાં ત્રાસવાદ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને આફતાબ અંસારીને જવાબકારી સોંપાઇ હતી. આફતાબ અંસારીએ રાજકોટમાંથી ભાસ્કર પરેશ શાહનું અપહરણ કરી 20 લાખની ખંડણી માગી હતી જેમાં ગુજરાત પોલીસે ભરુચના થવા ગામે દિલધડક ઓપરેશન પાર પાડીને અપહરણકારોને ઝડપી પાડ્યા હતા. રાજશી હાથીયા મેર ઓપરેશનમાં ઠાર મરાયો હતો.
આતંકી સંગઠન સાથે જોડાયેલા આસિફ રજા ખાનનું એન્કાઉન્ટર
આતંકી સંગઠન સાથે જોડાયેલો આસિફ રજા ખાન ઉર્ફે રાજન રાજકોટ પોલીસના હાથે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો અને આસિફ રજા ખાનનો ભાઇ આફતાબ અંસારી ઇન્ડિયન મુજાહુદ્દિન સાથે સંકળાયેલો હતો જેને રાજકોટ પોલીસે ઝડપી પાડ્યો હતો.
બે સગા ભાઇ પકડાયા હતા
આ અગાઉ ગુજરાત ATSએ ISIS સાથે જોડાયેલા બે સગા ભાઈ ને રાજકોટમાંથી ઝડપી લીધા હતા જેમાં રાજકોટના નહેરુનગરમાં રહેતા વસીમ રામોડીયા અને નઇમ રામોડીયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી પોલીસને કેટલાક નકશા અને ગન પાવડર સહિતની ચીજો મળી હતી અને બંને ભાઇઓ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આતંકીઓ મોટો અંજામ આપે તે પહેલાં જ ત્રણેયને ઝડપી લેવાયા
ત્યારબાદ તાજેતરમાં 31 જુલાઇ 2023ના રોજ ગુજરાત એટીએસે રાજકોટના સોનીબજારમાંથી અલકાયદા સાથે સંકળાયેલા 3 આતંકીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી હથિયાર ઓપરેટ કરવાની તાલિમ લેતા હોવાના વીડિયો પણ મળ્યા હતા. આતંકીઓ મોટો અંજામ આપે તે પહેલાં જ ત્રણેયને ઝડપી લેવાયા હતા.
(ઇનપુટ--રહિમ લાખાણી, રાજકોટ)


