ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Agitation : ટેટ અને ટાટ પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Agitation : રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માગ સાથે ફરી એક વાર આંદોલન (Agitation ) શરુ કર્યું છે. ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી...
01:30 PM Jun 18, 2024 IST | Vipul Pandya
Agitation : રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માગ સાથે ફરી એક વાર આંદોલન (Agitation ) શરુ કર્યું છે. ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી...
Agitation

Agitation : રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી ભરતીની માગ સાથે ફરી એક વાર આંદોલન (Agitation ) શરુ કર્યું છે. ઉમેદવારોએ આજે ગાંધીનગર ખાતે જૂના સચિવાલયના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

જૂના સચિવાલયના મુખ્ય ગેટ પર એકત્ર થઇને વિરોધ પ્રદર્શન

રાજ્યમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ફરી એકવાર આંદોલન શરું કર્યું છે. ઉમેદવારોએ કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં વિરોધ કર્યો હતો. ઉમેદવારો સવારે ગાંધીનગરના જૂના સચિવાલયના મુખ્ય ગેટ પર એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઉમટી પડ્યા હતા.

પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી

ઉમેદવારોએ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી પથિકાશ્રમ સુધીનો રસ્તો બંધ કર્યો હતો. ઉમેદવારોએ કહ્યું કે રાજ્યમાં શિક્ષકોની 70 હજાર જેટલી જગ્યા ખાલી છે. ખાલી જગ્યાઓ પર ત્વરિત ભરતી કરવા ઉમેદવારોએ માગ કરી હતી. ઉમેદવારોના વિરોધના પગલે ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતાં પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે

ઉમેદવારોએ કહ્યું કે પ્રવાસી શિક્ષકોની પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવામાં આવે તથા વિદ્યાસહાયકોની ચાલુ ભરતીમાં જગ્યાઓ ભરવામાં આવે તથા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે અમારી મુખ્ય માગ છે. ઉમેદવારો વિરોધ પ્રદર્શનમાં આક્રમક બન્યા હતા, જેના પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.

આ પણ વાંચો---- વડોદરામાં પ્રવેશના મુદ્દે શરું થયું Fight for MSU આંદોલન

આ પણ વાંચો----- Jamnagar: શાળામાં ટળી મોટી દુર્ઘટના, શહેરની મોદી સ્કૂલમાં લાગી હતી આગ

Tags :
AgitationdemandGujaratGujarat Firstpermanent recruitmentrecruitmentSchoolTeachersTET and TAT pass candidatesvidhyasahayak
Next Article