અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની હાજરીમાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર
- Thailand Cambodia Peace Deal: થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે થયા હસ્તાક્ષર
- યુદ્ધવિરામ કરાર પર બંને દેશની સરકારે કર્યા હસ્તાક્ષર
- ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં બંને દેશે કર્યા હસ્તાક્ષર
રવિવારના રોજ થાઇલેન્ડ અને કંબોડિયાની સરકારો વચ્ચે યુદ્ધવિરામ કરાર (Thailand Cambodia Peace Deal) પર ઐતિહાસિક હસ્તાક્ષર થયા હતા. આ કરાર પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં, બંને દેશો વચ્ચે થયેલી હિંસક સરહદી અથડામણોને કારણે પરિસ્થિતિ યુદ્ધની અણી પર પહોંચી ગઈ હતી.
Thailand Cambodia Peace Deal: ટ્રમ્પની હાજરીમાં થયા શાંતિ કરાર પર હસ્તાક્ષર
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીધા હસ્તક્ષેપ અને આર્થિક દબાણ બાદ બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાના અહેવાલ છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે આર્થિક દબાણના ઉપયોગ દ્વારા આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપી છે.જુલાઈ મહિનામાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે જમીનના દાવાઓને લઈને પાંચ દિવસ સુધી લડાઈ ચાલી હતી, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.
નોંધનીય છે કે સમારોહ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અમે એવું કંઈક પ્રાપ્ત કર્યું જે ઘણા લોકોએ કહ્યું હતું કે તે કરી શકાતું નહોતું." કંબોડિયાના વડા પ્રધાન હુન માનેટે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો, જ્યારે થાઈ પ્રધાનમંત્રીએ કહ્યું કે આ કરાર કાયમી શાંતિનો પાયો નાખશે.
Thailand Cambodia Peace Deal: બંને દેશો વચ્ચે કરાર અંગેની શરતો
કેદીઓની મુક્તિ: પ્રથમ તબક્કામાં, થાઇલેન્ડ અને કંબોડિયા એકબીજાના કેદીઓને મુક્ત કરશે.
હથિયારો દૂર કરવા: કંબોડિયા સરહદ પરથી તેના તોપખાના (આર્ટિલરી) દૂર કરવાનું શરૂ કરશે.
નિરીક્ષણ: પ્રાદેશિક નિરીક્ષકો પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરશે, જેથી લડાઈ ફરી શરૂ ન થાય.
આ કરાર મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં થયો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવાનો સમારોહ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં યોજાયો હતો. બંને દેશોના નેતાઓ હાલમાં આસિયાન સમિટ માટે કુઆલાલંપુરમાં છે, અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સમિટમાં ભાગ લેવા માટે મલેશિયા પહોંચ્યા હતા.યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કરવા ઉપરાંત, ટ્રમ્પે કંબોડિયા અને થાઇલેન્ડ સાથે અલગ આર્થિક કરારો પર પણ હસ્તાક્ષર કર્યા હતા. મલેશિયા પહોંચ્યા પછી ટ્રમ્પનો આ પહેલો કાર્યક્રમ હતો. મલેશિયા પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે, જ્યાં દક્ષિણ કોરિયામાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચો: US VS કેનેડા: ટ્રમ્પે કેનેડિયન માલ પર વધુ 10% ટેરિફ વધારી કુલ 45% કર્યો!