લો બોલો... Thailand ના આ વ્યક્તિની 65 વર્ષે 120 પત્નીઓ અને 28 સંતાનો...
- Tambon Prasert ની દરેક પત્નીઓને આ અંગે જાણ
- Tambon Prasert ની ઉંમર આશરે 65 વર્ષની
- જીવનમાં લગ્ન કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો
- મને મારા કરતા વધુ વય ધરાવતી મહિલાઓ પસંદ નથી
Thailand Tambon Prasert : દુનિયામાં વિવિધ અભિવ્યક્તિ ધરાવાતા વ્યક્તિઓ રહેતા હોય છે. ત્યારે તેઓ પોતાના વિવિધ કામોને કારણે અનેકવાર સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે આવો જ એક વ્યક્તિ Thailand માંથી સામે આવ્યો છે. જોકે આ વ્યક્તિ વિશે જાણીને તમારું માથું ભમી જશે. કારણ કે... આ એક વ્યક્તિ 65 વર્ષની ઉંમર સુધી 120 વખત લગ્ન કર્યા છે. જોકે આ વ્યક્તિ અંગે માહિતી ત્યારે સામે આવી હતી, જ્યારે તેણે તેના કરતા 27 વર્ષ નાની એક વ્યક્તિ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
Tambon Prasert ની દરેક પત્નીઓને આ અંગે જાણ
Thailand માં રહેતા આ પુરુષનું નામ Tambon Prasert છે. Tambon Prasert એ પહેલી વખત 17 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. ત્યારે Tambon Prasert કરતા તેની પત્ની આશરે 2 વર્ષ વધુ વય ધરાવતી હતી. તો Tambon Prasert એ વ્યવસાયિક ધોરણે એક બિલ્ડર છે. તો Tambon Prasert નું કહેવું છે કે, તે Thailand માં જે કોઈપણ સ્થળે ઈમારત બનાવવા માટે જતો હતો. ત્યારે એક યુવતી સાથે લગ્ન કરતો હતો. ત્યારે આજે તેની પાસે 120 પત્નીઓ છે. અને આ તમામ પત્નીઓના માધ્યમથી તેના આશરે 28 બાળકો છે. જોકે Tambon Prasert ની દરેક પત્નીઓને આ અંગે જાણ હતી.
આ પણ વાંચો: આ તો કેવી બહેન! 24 વર્ષે 54 વર્ષના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરીને...
Tambon Prasert ની ઉંમર આશરે 65 વર્ષની
https://t.co/4tdnhcZ86g Kenalkan, Tambon Prasert dari Thailand. Pria berusia 58 ini bisa dikatakan seperti Casanova… pic.twitter.com/PXKdowxQ3a
— KONTEN WOW! (@kontenwow) September 21, 2017
Tambon Prasert જ્યારે પણ કોઈપણ યુવતી કે મહિલા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, ત્યારે તેમના માતા પિતા સાથે વાત કરતો હતો. તે બાદ લગ્ન વિધિવાદ્યાન સાથે કરતો હતો. તો Tambon Prasert અંગે માહિતી ત્યારે સામે આવી હતી, જ્યારે તે પોતાના કરતા 27 વર્ષની નાની વય ધરાવતી યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. જોકે Thailand માં એક કરતા વધુ પત્નીઓ ગેરકાનૂની માનવામાં આવે છે. તે ઉપરાંત Tambon Prasert એ એક ગામનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે. હાલમાં, Tambon Prasert ની ઉંમર આશરે 65 વર્ષની છે.
જીવનમાં લગ્ન કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો
Tambon Prasert ને લઈ ઈન્ટરનેટ ઉપર વધારે માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ જ્યારે Tambon Prasert અંગે માહિતી સામે આવી હતી, ત્યારે Tambon Prasert એ ખુદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને તમામ માહિતી શેર કરી હતી. તો Tambon Prasert ની પહેલી પત્નીથી તેને 3 બાળકો છે. ત્યાર બાદ Tambon Prasert ના જીવનમાં લગ્ન કરવાનો સિલસિલો યથાવત રહ્યો હતો. તો Tambon Prasert એ 58 વર્ષની ઉંમરે અંતિમ લગ્ન કર્યા હતા.
મને મારા કરતા વધુ વય ધરાવતી મહિલાઓ પસંદ નથી
Tambon Prasert નું કહેવું છે કે, મારા વ્યવસાયમાં મને મારા કરતા અનેક નાની વય ધરાવતી યુવતી અને મહિલાઓ સાથે પરિચય થતો હતો. ત્યારે તેમની સાથે પ્રેમ સંબંધ બંધાતો હતો. તેથી હું તેમની સાથે લગ્ન કરવાનું નક્કી કરતો હતો. મારી તમામ પત્નીઓને આ અંગે પહેલાથી જાણ કરેલી હતી. અને મને મારા કરતા વધુ વય ધરાવતી મહિલાઓ પસંદ નથી. કારણ કે... તેઓ ઝઘડો વધારે કરે છે. અંતે Thailand માં આ ઘટના ગેરકાનૂની ગણવામાં આવે છે. પરંતુ Tambon Prasert ના મામલાની વધુ વિગતો ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: 35 વર્ષની મહિલાનો અજીબ શોખ! વૃદ્ધો સાથે સેક્સ કરીને લાખોની કમાણી કરે છે