ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Parliament Security Case : આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં આ પુસ્તકો મળ્યા, વાંચો અહેવાલ

બુધવારે લોકસભામાં અંદર અને બહાર હંગામો કરનારા આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે પણ આ બનાવે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે,. સંસદ સુરક્ષા ચૂકમાં પોલીસ અધિકારીઓ પર પણ ગાજ ગીરી છે ત્યારે એવી માહિતી પણ બહાર આવી છે કે સંસદ...
12:32 PM Dec 14, 2023 IST | Vipul Pandya
બુધવારે લોકસભામાં અંદર અને બહાર હંગામો કરનારા આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે પણ આ બનાવે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે,. સંસદ સુરક્ષા ચૂકમાં પોલીસ અધિકારીઓ પર પણ ગાજ ગીરી છે ત્યારે એવી માહિતી પણ બહાર આવી છે કે સંસદ...

બુધવારે લોકસભામાં અંદર અને બહાર હંગામો કરનારા આરોપીઓ પોલીસની ગીરફ્તમાં આવી ગયા છે પણ આ બનાવે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે,. સંસદ સુરક્ષા ચૂકમાં પોલીસ અધિકારીઓ પર પણ ગાજ ગીરી છે ત્યારે એવી માહિતી પણ બહાર આવી છે કે સંસદ સુરક્ષા ચૂક કેસના આરોપીઓ હાઉસિંગ બોર્ડ કોલોની, સેક્ટર-7, ગુરુગ્રામના મકાન નંબર 67માં રહેતા હતા. આરોપી અહીં વિકી શર્માના ઘરે રોકાયા હતા. વિકીના ઘરમાંથી આરોપીઓની બેગ મળી આવી હતી. આરોપીઓ તેમની બેગ ત્યાં મૂકી ગયા હતા. મંગળવારે રાત્રે પાંચ લોકો ત્યાં રોકાયા હતા, જેમાં સાગર શર્માને ઓળખતી વિક્કીની પુત્રીનો પણ સમાવેશ થાય છે. સંસદમાં ધૂમ્રપાન કરનાર સાગર શર્મા અને વિકી શર્મા વચ્ચેના કનેક્શન સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે વિક્કીને પૂછપરછ માટે સાથે લઈ ગઈ છે. વિકીના લંડનમાં રહેતા પરિવાર સાથે પણ કનેક્શન છે. વિકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેના માલિક લંડનમાં રહે છે. મકાનમાલિક તેના ખાતામાં પૈસા પણ જમા કરાવે છે. મકાનમાલિક પાસેથી મળેલા પૈસા વિકીની આવકનો સ્ત્રોત છે.

આ મકાન 34 વર્ષ પહેલા ફાળવવામાં આવ્યું હતું

પોલીસ તેના વધુ સંબંધોની તપાસમાં વ્યસ્ત છે. હાઉસિંગ બોર્ડ દ્વારા 34 વર્ષ પહેલા બિલ્ડિંગ નંબર 67 ફાળવવામાં આવી હતી. પડોશીઓના જણાવ્યા અનુસાર, આ ઘરમાં દાદી અમ્મા રહેતી હતી, જેમણે વિક્કીને તેના પરિવારના સભ્યોમાંથી દત્તક લીધો હતો. બિલ્ડિંગના માલિક લગભગ વીસ વર્ષ પહેલાં લંડન ગયા હતા. દાદી પછી, વિકી તેની પત્ની અને 15 વર્ષની પુત્રી સાથે અહીં રહે છે. પુત્રી 10મા ધોરણની વિદ્યાર્થીની છે. પાડોશીઓના કહેવા પ્રમાણે, વિક્કી ડ્રગ એડિક્ટ છે. નશાની લતના કારણે તેના પાડોશમાં રહેતા લોકો સાથે તેના સંબંધો સારા નથી. લોકો કહે છે કે દર ત્રીજા દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે.

વિકીએ બે કૂતરા રાખ્યા હતા

વિકીએ બે કૂતરા રાખ્યા છે, જેનો ઉપયોગ તે ઘરની બહાર ફરવા માટે કરતો હતો. તેના ઘરે કોણ આવતું હતું અને કોણ જતું હતું તેની સાથે પાડોશીઓને લેવાદેવા નહોતી.

વિકી એક્સપોર્ટ ગાર્મેન્ટમાં કામ કરે છે

હાલમાં વિકી પાસે આવકનું કોઈ સાધન નથી, અગાઉ તે એક્સપોર્ટ ગારમેન્ટ કંપનીમાં કામ કરતો હતો. હવે તે માત્ર લંડનથી આવતા પૈસા ખર્ચે છે. દીકરીના સારા માર્કસ જોઈને તેના સંબંધીઓ તેને ભણાવવા માંગતા હતા. ઘરખર્ચને લઈને ઝઘડા થતા હતા.

રૂમમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળ્યા

સંસદમાં હલચલ મચાવનારાઓની બેગ વિકીના ઘરમાંથી મળી આવી છે. આરોપીઓ તેમની બેગ ત્યાં મૂકી ગયા છે. મંગળવારે રાત્રે સાગર શર્માને ઓળખતી તેની પુત્રી સહિત પાંચ લોકો ત્યાં રોકાયા હતા. સાગર શર્મા પણ તેના પિતા સાથે અગાઉ કંપનીમાં કામ કરતો હતો. રૂમમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળી આવ્યા હતા.

આ પણ વાંચો-----સંસદની સુરક્ષા મામલે મોટી કાર્યવાહી, 8 સુરક્ષાકર્મીઓ સસ્પેન્ડ

Tags :
LokSabhaNarendra ModiParliament attackParliament SecurityParliament Security Casepm modi
Next Article