Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદના રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં ગઈ કાલે સાંજે લૂંટનો બનાવ બન્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં લૂંટના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ahmedabad રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં લૂંટ કરી ફરાર થયેલ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
Advertisement
  • અમદાવાદ રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં 7 લાખ 45 હજાર રોકડની લૂંટ
  • પોલીસે ગણતરીના કલાકમાં લૂંટના આરોપીઓને દબોચ્યા
  • ડફનાળા પાસે ભગવાન બુદ્ધની પ્રતિમા નજીક બન્યો બનાવ

અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મિત્રતાને શરમાવનાર બનાવમાં એક યુવક સાથે તેની ઓળખીતા મહિલા અને તેના સાથીદારો દ્વારા 7 લાખથી વધુની રકમ લૂંટવામાં આવી છે. તપાસમાં ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

Advertisement

રોકડ થેલામાં ભરી મિત્ર સાથે બહાર ફરવા નીકળ્યા હતા

આ બનાવ અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં ડફનાળાની નજીક ભગવાન બુદ્ધની પ્રતિમા પાસેનો છે. જ્યાં એક યુવક સાથે તેના પરિચિત મિત્રોએ મળી લૂંટ ચલાવી હતી. ફરિયાદી ધરમેન્દ્રભાઈએ પોતાનું મકાન વેચી રૂ. 22 લાખ મેળવ્યા હતા. જેમાંથી લોન ચૂકવ્યા બાદ લગભગ 7.45 લાખ રોકડ રકમ કાપડની થેલીમાં ભરી પોતાના ઓળખીતા મિત્ર પ્રિયાબેન દાનણીયા સાથે બહાર ફરવા નીકળ્યા હતા.

Advertisement

બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું

આરોપી પ્રિયાબેન પહેલા તેમને પાલડી જમવા લઈ ગઈ અને પછી સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા ગઈ. અને ત્યાં, પહેલેથી જ યોજના મુજબ, પ્રિયાબેનએ બે સાથી મિત્રોને બોલાવી લૂંટનું નાટક રચ્યું હતું. મહિલા મિત્ર અને તેના બે સાથીદારો મળીને થેલી ઝુંટવી, ઝપાઝપી કરી અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા. જોકે તપાસમાં ફરિયાદીના ખુલાસાઓ આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે.

આ પણ વાંચોઃ Jamnagar : GG હોસ્પિટલમાં કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, આઉટસોર્સ કર્મચારીઓએ આચાર્યું કૌભાંડ

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસ ફરિયાદ પછી તરત જ સક્રિય કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપ્યા છે. હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે. મુખ્ય મહિલા આરોપી પ્રિયાબેન સહિત ત્રણ જણાની પોલીસે ધરપકડ કરી છે. અને હવે તેઓ પાસેથી લૂંટેલી રકમનો હિસાબ મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આમ મિત્રતાની આડમાં બનતી આવી લૂંટોની ઘટનાઓ ચેતવણીરૂપ છે.

આ પણ વાંચોઃ Gandhinagar : મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી, હવામાન વિભાગની આગાહી અંગે ચર્ચા કરી

Tags :
Advertisement

.

×