ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ચારધામ યાત્રા અંગે સૌથી મોટા સમાચાર,યાત્રા અટકાવી દેવા આદેશ

ઉતરાખંડમાં ચારધામ યાત્રા પર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી અને બદરી-કેદારનાથ યાત્રા ચાલુ રહેશે. આઇએમડીના ઉતરાખંડના હવામાન પૂર્વાનુમાનમાં 03 મેના રોજ એલર્ટ બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં હવામાન એલર્ટ...
11:04 PM May 02, 2023 IST | Hiren Dave
ઉતરાખંડમાં ચારધામ યાત્રા પર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી અને બદરી-કેદારનાથ યાત્રા ચાલુ રહેશે. આઇએમડીના ઉતરાખંડના હવામાન પૂર્વાનુમાનમાં 03 મેના રોજ એલર્ટ બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં હવામાન એલર્ટ...

ઉતરાખંડમાં ચારધામ યાત્રા પર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી અને બદરી-કેદારનાથ યાત્રા ચાલુ રહેશે. આઇએમડીના ઉતરાખંડના હવામાન પૂર્વાનુમાનમાં 03 મેના રોજ એલર્ટ બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં હવામાન એલર્ટ અને કેદારનાથ ધામમાં થઇ રહેલી ભારે બરફવર્ષાને જોતા બુધવારે 03 મેના રોજ યાત્રા પર 100 ટકા રોકના નિર્દેશ આપ્યા છે. કોઇ પણ તીર્થયાત્રીને કેદારનાથ જવાની અનુમતી આપવામાં આવશે.

કેદારનાથ ધામની યાત્રા શરુ થઈ છે ત્યાં જ મુસીબતો પણ શરુ થઈ છે. આગામી દિવસોમાં આ માર્ગ પર વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. રુદ્રપ્રયાગ જિલ્લાના મેજિસ્ટ્રેટ મયુર દીક્ષિતે કેદારનાથ ધામમાં આવતા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે અને કહ્યું છે કે, ‘જ્યાં સુધી હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી તીર્થયાત્રીઓએ એક જગ્યાએ રોકાવું જોઈએ અને વચ્ચે-વચ્ચે મુસાફરી કરવી જોઈએ. તમામ તીર્થયાત્રીઓએ તેમની સલામતીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને રાજ્ય સરકાર અને જિલ્લાના અધિકારીઓએ તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સરકાર અને જીલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાને અનુસરીને જિલ્લા વહીવટીતંત્રને સહકાર આપો.

ઉત્તરકાશી અને ચમોલી જિલ્લામાં વરસાદનો દોર સતત ચાલી રહ્યો છે. બદરીનાથ, ગંગોત્રી-યમનોત્રી સહિત ઉંચાઇ તથા નિચલા વિસ્તારોમાં અટકી અકટીને વરસાદ થઇ રહ્યો છે. ગત્ત 72 કલાકથી વધારે સમયથી થઇ રહેલો વરસાદના કારણે જિલ્લામાં ઠંડી ખુબ જ વધી ગઇ છે. વરસાદના કારણે જન-જીવન ખાસા પ્રભાવિત થઇ ચુક્યું છે. બીજી તરફ ગંગોત્રી-યમુનોત્રી ધામ યાત્રા નિર્બાધ રીતે ચાલે છે. જિલ્લા તંત્રએ ગંગોત્રી-યમુનોત્રી જનારા યાત્રીઓને વધારે વરસાદ થવા અંગે એલર્ટ રહેવા કહેવાયું છે. મંગળવારે પણ ધામ દિવસભર વરસાદ પડતો રહ્યો. ગત્ત ત્રણ દિવસથી અટકી અટકીને પડેલા વરસાદને કારણે ઠંડીમાં પણ ખુબ જ વધારો થયો છે.

આ પણ  વાંચો - પહેલા રામ લલ્લાને બંધ કર્યા, હવે બજરંગબલીને તાળુ લગાવશે કોંગ્રેસ : PM MODI

 

Tags :
biggest newsbreaking newschardham yatra
Next Article