ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-આપ સાથે મળીને કરશે આ કામ...!

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખે તેવી અટકળો તેજ બની છે. મીડિયા અહેવાલને કોંગ્રેસે રદિયો આપ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કોંગ્રેસ દ્વારા અલગ જ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર...
05:03 PM Jul 07, 2023 IST | Dhruv Parmar
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખે તેવી અટકળો તેજ બની છે. મીડિયા અહેવાલને કોંગ્રેસે રદિયો આપ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કોંગ્રેસ દ્વારા અલગ જ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર...

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નહીં ઊભા રાખે તેવી અટકળો તેજ બની છે. મીડિયા અહેવાલને કોંગ્રેસે રદિયો આપ્યો છે. ગુજરાત ફર્સ્ટ પર કોંગ્રેસ દ્વારા અલગ જ દાવો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવાર જાહેર થશે તે બાદ રણનીતિ ઘડવામાં આવશે તેવું કોંગ્રેસ દ્વારા જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અને આપ બંને સાથે મળીને સામાજિક અગ્રણીને લડાવવાની ચર્ચાએ વેગ પકડી છે. પૂરતું સંખ્યાબલ ન હોવાના કારણે કોંગ્રેસ આપ સાથે મળીને ચૂંટણી લડશે. મહત્વનું છે કે, રાજનીતિમાં હાર અને જીત એ બીજા નંબરનો પ્રશ્ન હોય છે પરંતુ સૌથી પહેલી બાબત એ છે કે ચૂંટણી લડવી એ ખૂબ જરૂરી હોય છે. અને કદાચ ગુજરાત કોંગ્રેસ વિચારી રહી હોય કે જો ઉમેદવાર ઊભા ન રાખીએ અને બિન હરીફ થઈ જાઉ એના કરતાં કોંગ્રેસ બીજું એવું પણ વિચારી રહી છે કે હારતો નક્કી જ છે પરંતુ એવી હાર શું કામ ના કરીએ કે એમાં કાર્યકર્તાઓને સંદેશો પણ જાય.

ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવારોના નામ જાહેર કરે ત્યાર બાદ કોંગ્રેસ પોતાનો કોઈ સામાજિક ચહેરો કે જેને આગળ લાવી શકે છે. અને જે સામાજિક અગ્રણીને જાહેર કરે એમાં એવું પણ થઈ શકે છે કે આમ આદમી પાર્ટી પણ પોતાનું સમર્થન કોંગ્રેસના ઉમેદવારને આપી શકે છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી હરવાની છે એ નક્કી જ છે કારણ કે પૂરતું સંખ્યાબળ નથી એ પણ નક્કી જ છે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે અને આમ આદમી પાર્ટી પાસે પોતાના 5 ધારાસભ્યો છે.

કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા, ધારાસભ્યો, વિપક્ષ નેતા, પ્રદેશ પ્રમુખ, કાર્યકારી પ્રમુખો સાથે બેઠક થશે અને તેમાં નક્કી કરવામાં આવશે અને સામાજિક આગેવાનને આગળ ધરશે.

આ પણ વાંચો : મહેસાણામાં વિદ્યાર્થીઓ સાથે અડપલાં મામલે ભયંકર માથાકૂટ, ટોળાઓ દ્વારા પથ્થરમારો કરાયો

Tags :
AAPBharatiya Janata PartyBJPCongressGujaratGujarat CongressMallikarjun khargeNarendra Modipm modirahul-gandhiRajya SabhaRajya Sabha election
Next Article