Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan માંથી ઝડપાયું સૌથી મોટું સ્કેન્ડલ, 5500 વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો સામે આવ્યો!

પાકિસ્તાનમાં એક મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. તેને દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ પણ કહેવામાં આવી રહ્યું છે, જેમાં 5500 કોલેજીયન યુવતીઓના પોર્નોગ્રાફિક વીડિયો મળી આવ્યા છે. પાકિસ્તાનનું આ કૌભાંડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના...
pakistan માંથી ઝડપાયું સૌથી મોટું સ્કેન્ડલ  5500 વિદ્યાર્થિનીઓના અશ્લીલ વીડિયો સામે આવ્યો
Advertisement

પાકિસ્તાનમાં એક મોટું સેક્સ સ્કેન્ડલ સામે આવ્યું છે. તેને દુનિયાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ પણ કહેવામાં આવી રહ્યું છે, જેમાં 5500 કોલેજીયન યુવતીઓના પોર્નોગ્રાફિક વીડિયો મળી આવ્યા છે. પાકિસ્તાનનું આ કૌભાંડ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. બીજી તરફ, પાકિસ્તાનના ઉચ્ચ શિક્ષણ આયોગ (HEC) એ ઇસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુર (IUB) કૌભાંડની તપાસ કરવા માટે એક ઉચ્ચ સત્તાવાળી સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં ત્રણ વાઇસ ચાન્સેલર અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે.

આ મામલો પાકિસ્તાનની ઈસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરનો છે, જે પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ અને યૌન શોષણનો અડ્ડો બની ગઈ છે. તપાસમાં આરોપીના મોબાઈલમાંથી અનેક પુરાવાઓ મળી આવ્યા છે, જેમાં અશ્લીલ વીડિયો સાથેની ઘણી વોટ્સએપ ચેટ છે, જે સાબિત કરે છે કે આ ગંદી ગેમ ઘણા વર્ષોથી ચાલી રહી હતી. એજાઝ હુસૈન નામનો વ્યક્તિ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી છે, જેની ગેંગ અશ્લીલ વીડિયો બનાવીને હજારો છોકરીઓનું શોષણ કરતી હતી.

Advertisement

Advertisement

આ રીતે કૌભાંડ બહાર આવ્યું હતું

ઇસ્લામિયા યુનિવર્સિટી બહાવલપુરના ડિરેક્ટર ફાયનાન્સ અબુ બકરની ધરપકડ પછી પોલીસને આટલા મોટા સેક્સ સ્કેન્ડલની જાણ થઈ અને 28 જૂને એક યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયો. તપાસમાં તેની પાસેથી 10 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેના મોબાઈલમાં હજારો અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા, જેના દ્વારા તે કોલેજની યુવતીઓનું શોષણ કરતો હતો. આ પછી રિટાયર્ડ મેજર એજાઝ હુસૈન પકડાયા હતા, જે કોલેજના સુરક્ષા અધિકારી છે.

અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે

આ કેસમાં અત્યાર સુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ધંધો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. એજાઝ હુસૈનના કહેવા પર તે છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી જેઓ ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી અને ગરીબ હતી. આવી છોકરીઓને સ્કોલરશીપની લાલચ આપી ફી માફ કરવાના બહાને ફસાવી હતી. પોલીસને અત્યાર સુધીમાં 5500 વિદ્યાર્થીનીઓના વીડિયો મળ્યા છે. પોલીસવાળા કહી રહ્યા છે કે છોકરીઓને બચાવવાનું કામ અમારું નથી.

યુનિવર્સિટીમાંથી ડ્રગ્સના અનેક કિસ્સા સામે આવ્યા છે

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આવા ઘણા મામલા સામે આવ્યા છે. પરંતુ દર વખતે આરોપીઓના દુષ્કર્મ પર પડદો પડતો હોય છે. પાકિસ્તાનની બહાવલપુર યુનિવર્સિટીમાં 113 વિદ્યાર્થીઓના ડ્રગ્સનો રેકોર્ડ સામે આવ્યો છે. પરંતુ આ પછી પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આનું પરિણામ સૌની સામે છે. અહીં છોકરીઓને ડ્રગ્સ આપીને અને તેનો અશ્લીલ વીડિયો બનાવીને તેમની સાથે અત્યાચાર કરવામાં આવે છે.

આ પણ વાંચો : World : પહેલા જેક મા, પછી વિદેશ મંત્રી… ચીનમાં VIP ના અચાનક ગાયબ થવા પાછળનું રહસ્ય શું છે?

Tags :
Advertisement

.

×