ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાકિસ્તાનમાં આર્મી કેમ્પ પર સૌથી મોટો આતંકી હુમલો, અનેક સૈનિકોના મોત 

પાકિસ્તાન(Pakistan)માં મોટો આતંકી હુમલો (terrorist attack) થયો છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના આતંકવાદીઓએ બલૂચિસ્તાન (Baluchistan) પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો છે. જેમાં ઘણા સૈનિકો માર્યા ગયાના સમાચાર છે. પરંતુ પાકિસ્તાન દ્વારા માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી...
06:46 PM Jul 12, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાન(Pakistan)માં મોટો આતંકી હુમલો (terrorist attack) થયો છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના આતંકવાદીઓએ બલૂચિસ્તાન (Baluchistan) પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો છે. જેમાં ઘણા સૈનિકો માર્યા ગયાના સમાચાર છે. પરંતુ પાકિસ્તાન દ્વારા માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી...
પાકિસ્તાન(Pakistan)માં મોટો આતંકી હુમલો (terrorist attack) થયો છે. તહરીક-એ-જેહાદ પાકિસ્તાનના આતંકવાદીઓએ બલૂચિસ્તાન (Baluchistan) પ્રાંતમાં આર્મી બેઝ પર ભીષણ હુમલો કર્યો છે. જેમાં ઘણા સૈનિકો માર્યા ગયાના સમાચાર છે. પરંતુ પાકિસ્તાન દ્વારા માત્ર 4 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ભીષણ હુમલામાં ઘણા જવાન ઘાયલ થયા છે. જેમાંથી 5 જવાનોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના ઝોબમાં સૈન્ય મથકને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.  હાલમાં જ બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર ચાલુ છે.
જ્યારે હુમલો થયો ત્યારે સૈનિકો આરામ કરી રહ્યા હતા
જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો બુધવારે બપોરે થયો હતો. પાકિસ્તાની સેનાએ હુમલાની પુષ્ટિ કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઝોબમાં સૈન્ય મથક પર હુમલો ત્યારે થયો જ્યારે કેટલાક સૈનિકો તેમની ફરજ પૂરી કરીને આરામ કરવા આવ્યા હતા. તે સમયે આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, પરંતુ આતંકીઓને કોઈ નુકસાન થયું ન હતું. ફાયરિંગ બાદ 6 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ સંખ્યા 4 દર્શાવવામાં આવી છે. પાક સેનાએ પણ 4 જવાનોના મોતની પુષ્ટિ કરી છે.
કેવી રીતે થયો હુમલો?
પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સૈન્ય મથકની આસપાસ બનેલી બાઉન્ડ્રી વોલની પાછળથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.  જ્યારે સૈનિકો ખુલ્લી જગ્યામાં હતા ત્યારે અચાનક થયેલા હુમલામાં સૈનિકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
સમગ્ર વિસ્તાર સીલ 
હુમલા બાદ અન્ય યુનિટને ત્યાં મોકલવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. અહીં દરેક ઘરની તલાશી પણ લેવામાં આવી રહી છે. સેનાનો દાવો છે કે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તમામ આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા છે.
આ પણ વાંચો----NATO : નાટો સભ્યપદ માટે યુક્રેનની દાવેદારી પર મતભેદો, સ્ટોલ્ટનબર્ગે કહ્યું, રશિયન હુમલાઓ સામે મદદ કરશે
Tags :
BaluchistanPakistanTerrorist attack
Next Article