GujaratFirst@US : વડાપ્રધાનશ્રીની મુલાકાતથી પ્રભાવિત થયાં USA ના બિઝનેસ પર્સન્સ, જાણો શું કહ્યું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો (Narendra Modi) આજે અમેરીકાનો પ્રવાસ પૂર્ણ થયો. વડાપ્રધાન મોદીનો અમેરીકાનો આ પ્રવાસ ઐતિહાસિક રહ્યો. ગુજરાત ફર્સ્ટ અને OTT India એ અમેરીકાથી વડાપ્રધાનના આ ઐતિહાસિક પ્રવાસને કવરેજ આપ્યું હતું. વડાપ્રધાનશ્રીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક કરારો થયા અને આ કાર્યક્રમમાં બંને દેશોના વેપાર જગતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં વડાપ્રધાનશ્રી અને ભારત વિશે અમેરીકાના બિઝનેસ પર્સન્સ શું વિચારે છે તે જાણવા ગુજરાત ફર્સ્ટ દ્વારા અમેરીકાના યંગ બિઝનેસ પર્સન્સ તથા અન્ય હસ્તીઓ સાથે ચર્ચા કરી.
જ્હોન મેરી
હોલીવૂડ સિંગર મેરી મિલબન સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, હું આજે રાતે વડાપ્રધાનની આ ઉજવણીથી ખુબ ઉત્સાહીત છે. આ અઠવાડીયું મહત્વનું રહ્યું હતું. દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અમેરીકા-ભારતની ભાગીદારીનો આ અવસર હતો. આ અઠવાડીયું મહત્વનું રહ્યું. હું ભારતીયો ગમે છે. 75 વર્ષની ઉજવણીમાં હું પહેલીવાર ભારત આવી હતી. તે એક અનોખો અનુભવ હતો. હવે મને G20 બેઠકમાં ભારતમાં જવાની રાહ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક એવો દિવસ હતો જે ઈતિહાસમાં અંકીત થયો.
યોગ દિવસની ઉજવણી વિશે અભિપ્રાય
180 કરતા વધારે દેશોમાંથી અનેક લોકો આવ્યા હતા. મને લાગે છે કે વડાપ્રધાન મોદી સાથે યોગ કરી શકું તે માટે હજુ ક્લાસ કરવાની જરૂર છે પણ ત્યારે મને તેમની સાથે યોગ કરવાની ખુબ મજા આવી. તે એક સારા લીડર. સારા વિનમ્ર દાયળું વ્યક્તિ છે. તે જનતાના નેતા છે તેથી મને તેમના વિશે જાણકારી મેળવવી ખુબ સારી લાગી. આજે હું તેમના આ સેલિબ્રેશનના કાર્યક્રમને લઈને ઉત્સાહિત છું.
બંને દેશો લોકશાહીનું જ્વલંત ઉદાહરણ
હું તમને જણાવીશ કે, અમેરીકા અને ભારત જે દુનિયાની બે સૌથી મોટી લોકશાહી છે તેમની વચ્ચે ક્યારેય આટલા મજબૂત સંબંધો નથી રહ્યાં. તેથી વડાપ્રધાન મોદી ખુબ ધન્યવાદને પાત્ર છે. અમેરીકા અને ભારત મળીને દુનિયાભરમાં સ્વતંત્રતા અને લોકશાહીનું જ્વલંત ઉદાહરણ છે. તો આ અઠવાડિયે સ્પષ્ટ હતુ અને મને વિશ્વાસ છે કે હવે વડાપ્રધાન પાસે આવવા માટે વધુ સારી બાબતો હશે.
ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત
તેમણે સનાતન ધર્મ અને સંસ્કૃતિ વિશે જણાવ્યું કે, મને તે ખુબ ગમી અને હું તમને જણવી દઉં કે, હું જ્યારે હિંદી શીખી રહી હતી ત્યારે મને ભારતીય સંસ્કૃતિને આટલી સુંદર રીતે પરિચિત કરાવામાં મારા હિંદી શિક્ષક ડૉ. મોક્ષરાજ જે રાજસ્થાનમાં રહે છે તેમનો ખુબ મોટો ફાળો છે અને તેથી હું એટલા માટે ઉત્સુક છું ભારતનો વધારે અનુભવ કરવો. બની શકે કે આવતા વર્ષ સુધીમાં ભારતમાં મારું ઘર હશે. મને ભારત પસંદ છે.
યંગ અમેરિકન બિઝનેસ મેન જોની
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરીકાના પ્રવાસ પર યંગ અમેરિકન બિઝનેસ મેન જોનીએ કહ્યું કે, આ ઐતિહાસિક ઘટના છે અને તેનાથી પણ વધારે કંઈ હોય તો આના માટે હું તે શબ્દનો ઉપયોગ કરીશ. મોદીજીનો અમેરીકાનો પ્રવાસ આશા કરતા વધારે રહ્યો. જ્યારે અમેરીકા અને ભારત એક સાથે કામ કરે છે તો કોઈ પણ સમસ્યા કે અવસર ભારે નથી પડતા. આ આશ્ચર્યજનક છે. મે એક ચમત્કાર જોયો. ખુબ વિભાજીત અમેરીકામાં ચમત્કાર આ જ છે. જ્યારે વડાપ્રધાને કોંગ્રેસને સંબોધિત કર્યાં તો તેમણે અમેરીકાને એક ભેટ આપી.
વડાપ્રધાન મોદીનો આભાર
તેમણે ઉમેર્યું કે, તેમણએ અમને યાદ અપાવ્યું કે જરૂરિયાત પડવા પર આપણે એક થઈ શકીએ છીએ. હું વડાપ્રધાનના આ તેમના આશિર્વાદ માટે ધન્યવાદ આપું છું. આજે શ્રીબિડેને બાળકો માટે એક નવા યુગની જાહેરાત કરી. આ બેઠકથી પણ દરેક લાભકારી પરિણામો નિકળ્યા. હા, આ પહેલાથી જ શાનદાર અમેરીકા-ભારત સંબંધોનો એક નવો તબક્કો નથી. આ યોગ્ય સમય પર છે અને અમારા બાળકોને આશિર્વાદ આપશે.
આ પણ વાંચો : GUJARATFIRST@US : વડાપ્રધાનશ્રી NARENDRA MODI અંગે શું વિચારે છે અમેરીકામાં વસતો શીખ સમુદાય?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.




