Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondol પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ, 3 લાપતા

ગોંડલના મોટી ખીલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ કારમાં 2 થી 3 લોકો હોવાનું અનુમાન કારમાં સવાર લોકોની શોધખોળ ચાલુ Gondol : સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના એલર્ટ વચ્ચે વીતેલા 24 કલાકમાં પણ ભારે વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જોવા મળી...
gondol પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ  3 લાપતા
Advertisement
  • ગોંડલના મોટી ખીલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઈ
  • કારમાં 2 થી 3 લોકો હોવાનું અનુમાન
  • કારમાં સવાર લોકોની શોધખોળ ચાલુ

Gondol : સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદના એલર્ટ વચ્ચે વીતેલા 24 કલાકમાં પણ ભારે વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર જોવા મળી રહ્યું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે તબાહી જોવા મળી રહી છે ત્યારે ગોંડલ (Gondol)ના મોટી ખીલોરી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ ગઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કારમાં બેથી ત્રણ વ્યક્તિ સવાર હોવાનું બહાર આવ્યું છે. લાપતા બનેલા લોકોની શોધખોળ શરુ કરાઇ છે.

ગોંડલના મોટી ખીલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઇ

ગોંડલના મોટી ખીલોરી ગામે પાણીના પ્રવાહમાં કાર તણાઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોટી ખીલોરી ગામ પાસે કોઝ વે પરથી ઇકો કાર પાણીમાં તણાઇ છે. કારમાં 2થી 3 લોકો સવાર હતા. ગોંડલ ફાયર બ્રિગેડ દ્વારા લાપતા બનેલા લોકોની શોધખોળ શરુ કરાઇ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો--VADODARA : વરસાદી પાણી ભરાયેલા ભોંયરામાં પડતા વૃદ્ધાનું મોત

જામનગર શહેરમાં પણ વીતેલા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ

જામનગર શહેરમાં પણ વીતેલા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતાં વિકટ સ્થિતી સર્જાઇ છે અને જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસવાની સાથે ઉપરવાસમાંથી પણ વરસાદી પાણી આવતા નદીઓમાં પૂર આવ્યા છે. જામનગરમાં અવિરત વરસાદના પગલે અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. સમર્પણ બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પોરબંદરમાં વરસાદી માહોલ થાવત રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે તો રાણાવાવમાં 12 અને કુતિયાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે અનેક સોસાયટી તથા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

થોરીયાળી ડેમ ઓવરફ્લો

સુરેન્દ્રનગરમાં થોરીયાળી ડેમ ઓવરફ્લો થયો છે જેથી આસપાસના અનેક ગામોના લોકોને સાવધ રહેવા જણાવાયું છે. પાંચ વર્ષ બાદ થોરીયાળી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. આ ડેમ સાયલા તાલુકા સહિત આસપાસના ગામોને ડેમ પાણી પૂરું પાડે છે.

આ પણ વાંચો----VADODARA : મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત

Tags :
Advertisement

.

×