Dalai Lamaના નિવેદનથી ડ્રેગનને લાગ્યો ઝટકો, કહ્યુ ઉત્તરાધિકારી તો અમે જ....
- તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાનું નિવેદન
- નવા દલાઈ લામાની પસંદગીમાં ચીનની ભૂમિકા સ્પષ્ટ થઈ
- દલાઈ લામાએ જણાવ્યું કે ચૂંટણી કેવી રીતે થશે
Dalai Lama vs China: બુધવારે, તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ (Dalai Lama)ઉત્તરાધિકારી અંગે નિવેદન આપ્યું છે. તેમના નિવેદન પછી, નવા દલાઈ લામાની પસંદગીમાં ચીનની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ કહ્યું છે કે 'ફક્ત તેમના દ્વારા બનાવેલ ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ ભવિષ્યના ઉત્તરાધિકારીને ઓળખી શકે છે. આ બાબતે નિર્ણય લેવાનો અધિકાર બીજા કોઈને નથી. આધ્યાત્મિક ગુરુના આ નિવેદન પછી, આ મામલે ચીનની દખલગીરીને નકારી કાઢવામાં આવી છે.
દલાઈ લામાએ જણાવ્યું કે ચૂંટણી કેવી રીતે થશે
અત્યાર સુધી દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી કેવી રીતે કરવામાં આવશે તે અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ દલાઈ લામાએ પસંદગી પ્રક્રિયા અંગે પોતાનો વલણ સ્પષ્ટ કર્યુ છે. મીડિયા રિપોર્ટ મુજબ, દલાઈ લામાએ કહ્યું કે 'નવા દલાઈ લામાની પસંદગી કેવી રીતે કરવામાં આવશે તેની પ્રક્રિયા 24 સપ્ટેમ્બર 2011 ના નિવેદનમાં જણાવવામાં આવી છે. ઉત્તરાધિકારીની પસંદગીની જવાબદારી ફક્ત 'ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટ' અને દલાઈ લામાના કાર્યાલયના લોકોને જ આપવામાં આવશે.'
આ પણ વાંચો -Bangladesh: પૂર્વ PM Sheikh Hasina ને 6 મહિનાની જેલની સજા, આ કેસમાં કોર્ટે ઠેરવ્યા દોષી
બૌદ્ધ પરંપરાઓના ધર્મના વિશ્વસનીય રક્ષકો સાથે વાત કરવી પડશે
તેમણે કહ્યું કે 'આ માટે તેમણે તિબેટીયન બૌદ્ધ પરંપરાઓના વિવિધ વડાઓ અને ધર્મના વિશ્વસનીય રક્ષકો સાથે વાત કરવી પડશે. તેઓ બધા દલાઈ લામાઓના વંશ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉની પરંપરા મુજબ શોધ અને માન્યતાની પ્રક્રિયા પૂર્ણ કરશે.'
આ પણ વાંચો -Gaza War : ગાઝામાં યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિના પ્રયાસો સઘન કરવામાં આવ્યા છે - ડોનાલ્ડ ટ્રમ્પ
લોકો માટે લેવાયો નિર્ણય
દલાઈ લામાએ છેલ્લા 14 વર્ષમાં ક્યારેય પોતાની સંસ્થા ચાલુ રાખવા અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. બધાએ આ સંસ્થા ચાલુ રાખવાની અપીલ કરી હતી. દલાઈ લામાએ કહ્યું કે 'મને તેને ચાલુ રાખવા માટે ઘણા પત્રો મળ્યા છે, જેમાં તિબેટના આધ્યાત્મિક નેતાઓ, સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના સભ્યો, NGO, હિમાલય ક્ષેત્રના બૌદ્ધો, મોંગોલિયા, રશિયન ફેડરેશનના બૌદ્ધ પ્રજાસત્તાકો અને ચીનના નામનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, તિબેટીઓએ પણ ઘણી ચેનલો દ્વારા તેને ચાલુ રાખવાની અપીલ કરી હતી.' દલાઈ લામાએ કહ્યું કે 'આ બધાને ધ્યાનમાં રાખીને, હું પુષ્ટિ આપી રહ્યો છું કે દલાઈ લામાની સંસ્થા ચાલુ રહેશે.'