Diwali પહેલા પ્રાથમિક શાળાનાં શિક્ષકોને સરકારે આપી મોટી ભેટ! કરી આ મહત્ત્વની જાહેરાત
- Diwali નાં તહેવારમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને મોટી ભેટ
- અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત 01 નવેમ્બરે કરાશે
- શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરીને માહિતી આપી
- વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા
દિવાળી (Diwali 2024) પહેલા રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં (Government Primary School) કામ કરતા શિક્ષક માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત 01 નવેમ્બર, 2024 ના રોજ કરવામાં આવશે તેમ જણાવ્યું છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. આ સિવાય, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) પણ સરકારનાં આ પરિપત્રને પોસ્ટ કરી ભાવિ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં સરકારની દિવાળીની ભેટ
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1 નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત
આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. pic.twitter.com/s4wkVu3lyE
— Praful Pansheriya (@prafulpbjp) October 29, 2024
આ પણ વાંચો - Rajkot : રોજગાર મેળામાં CR પાટીલના કોંગ્રેસ પર કટાક્ષ! કહ્યું - પહેલા સક્ષમ યુવાઓને..!
પ્રાથમિક શાળાનાં શિક્ષકોને દિવાળીની ભેટ
દિવાળીનાં (Diwali 2024) તહેવારની ઉજવણી વચ્ચે સરકારી પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો (Primary Schools Teacher) માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ (Praful Panseria) ટ્વીટ કરી આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (CM Bhupendra Patel) માર્ગદર્શનમાં સરકારની દિવાળી ભેટ... સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકો માટે 1 નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત કરાશે.
આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે 4 મનપા, 4 ન.પા. ને દિવાળી ભેટ આપી, 502 કામો માટે રૂ.1664 કરોડની ફાળવણી
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરી આપી માહિતી
શિક્ષણમંત્રીએ આગળ કહ્યું કે, આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. સરકારની આ જાહેરાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ (Yuvraj Singh Jadeja) પણ ટ્વીટ કરી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. યુવરાજ સિંહ જાડેજાએ ટ્વીટ કરી લખ્યું કે, તમામ ભાવિ વિદ્યાસહાયકોને ખૂબ ખૂબ અભિનંદન... તમારા સંઘર્ષની જીત છે. બસ ભરતી વગર વિલંબ અને વિઘ્ન રહિત પૂરી થાય તેવી લક્ષ્મીજીને પ્રાર્થના. 24,700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે. ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.
આ પણ વાંચો - Diwali 2024 : તહેવારમાં વધુ 2200 બસો દોડશે, 'ST આપને દ્વારે' પ્રોજેક્ટનો લાભ લેતા નાગરિકો


