ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાઇકોર્ટે સુઓમોટો લઇ 1 જ દિવસમાં ખુલાસો કરવા કર્યો આદેશ

Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) લાલઘૂમ થઇ છે. આજે રવિવારે રજાના દિવસે પણ હાઇકોર્ટે સુઓમોટો લઇને સુનાવણી કરી હતી અને નિર્દોષના મોત અંગે ન્યાયિક નોંધ લીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે આ માનવસર્જિત ડિઝાસ્ટર...
11:51 AM May 26, 2024 IST | Vipul Pandya
Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) લાલઘૂમ થઇ છે. આજે રવિવારે રજાના દિવસે પણ હાઇકોર્ટે સુઓમોટો લઇને સુનાવણી કરી હતી અને નિર્દોષના મોત અંગે ન્યાયિક નોંધ લીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે આ માનવસર્જિત ડિઝાસ્ટર...
gujarat highcourt

Gujarat High Court : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) લાલઘૂમ થઇ છે. આજે રવિવારે રજાના દિવસે પણ હાઇકોર્ટે સુઓમોટો લઇને સુનાવણી કરી હતી અને નિર્દોષના મોત અંગે ન્યાયિક નોંધ લીધી હતી. હાઇકોર્ટે કહ્યું કે આ માનવસર્જિત ડિઝાસ્ટર છે.

આ માનવસર્જિત ડિઝાસ્ટર

રાજકોટમાં બનેલી દુર્ઘટના બાદ રવિવારે રજા હોવા છતાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઇને સુનાવણી કરી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી કરી હતી. હાઇકોર્ટે ઝાટકણી કાઢતા કહ્યું કે આ માનવસર્જિત ડિઝાસ્ટર છે. હાઇકોર્ટે રાજ્યની તમામ કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે ખુલાસો પણ એક જ દિવસમાં કરો.

gujarathighcourt

અમદાવાદમાં ગેમિંગ ઝોન પબ્લિક સેફ્ટી માટે ખતરારૂપ

ગુજરાત હાઇકોર્ટે નિર્દોષના મોત મામલે ન્યાયીક નોંધ લીધી હતી અને કહ્યું કે અમદાવાદમાં ગેમિંગ ઝોન પબ્લિક સેફ્ટી માટે ખતરારૂપ છે. અમદાવાદના સિંધુભવન રોડ, SP રિંગ રોડ, SG હાઈવેના ગેમિંગ ઝોન પબ્લિક સેફટી માટે ખતરા રૂપ છે.

એક જ દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું

હાઇકોર્ટે આ સાથે ફાયર સેફ્ટી, મંજૂરી અંગે ખુલાસો પણ માગ્યો છે. ગેમિંગ ઝોન બનાવવા અને ચલાવવા માટે નિયત અને યોગ્ય પરવાનગીઓ નહીં લેવાઇ હોવાનું પણ કોર્ટના ધ્યાને મુકાયું હતું. હાઇકોર્ટે અમદાવાદ વડોદરા, સુરત અને રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો હતો. કોર્પોરેશનોએ કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોન બનાવવાની, ચલાવવાની પરવાનગી અપાઇ તેનો ખુલાસો કરવાનો રહેશે.આવતીકાલે સમગ્ર મામલાની વધુ સુનાવણી થશે.

આ પણ વાંચો---- Rajkot Game Zone Tragedy: અગ્રિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટ પાસે આવી ઘટનામાં ગુમ થયેલા લોકોની યાદી

આ પણ વાંચો---- 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરીએ લાગ્યો અને….

આ પણ વાંચો----- Rajkot: પહેલા ટિલાળાનું હાસ્ય અને હવે બાવળિયાની બેશર્મી! નેતાઓને લાજશરમ છે કે નહીં?

આ પણ વાંચો---- નફ્ફટ સંચાલકોએ રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ હતું

Tags :
DeathGujaratGujarat FirstGujarat High CourtNegligenceRAJKOTrajkot gamezone firerajkot massacresuo mototrp gamezone fire
Next Article