Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે સંભળાવશે Rahul Gandhi ની અરજી પર ચુકાદો

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની...
ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે સંભળાવશે rahul gandhi ની અરજી પર ચુકાદો
Advertisement

ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે (7 જુલાઈ) કોંગ્રેસ નેતા Rahul Gandhi દ્વારા તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી કેસમાં દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે. નોંધનીય છે કે 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેની સામે રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે જો તેમના સસ્પેન્શન પર સ્ટે નહીં મુકાય તો રાહુલ ગાંધી પાસે ગુજરાત હાઈકોર્ટની ઉચ્ચ બેંચ સમક્ષ અપીલ કરવાનો વિકલ્પ રહેશે. હાલમાં, રાહુલ ગાંધી 2 + 6 વર્ષ માટે સંસદ સભ્ય તરીકે સસ્પેન્શન હેઠળ છે.

કોર્ટે 23 માર્ચે સજા સંભળાવી હતી

નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. ત્યારબાદ તેમણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં તેમની સજાના આદેશને પડકાર્યો હતો. તેમણે તેમની સજા પર રોક લગાવવા માટે અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન તેમના ભાષણમાં કથિત રીતે કહ્યું હતું કે, 'મોદી જ બધા ચોરોની અટક કેમ છે?' જેને લઈને ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. 23 માર્ચે સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે જામીન આપ્યા બાદ, રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ સુરત એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર.પી. મોગેરા સમક્ષ ચુકાદા સામે અપીલ માટે અરજી કરી હતી.

Advertisement

Advertisement

જાણો શું છે સમગ્ર મામલો?

જણાવી દઈએ કે, 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? તેમના નિવેદન સામે દેશભરના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રાહુલના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની એક કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટે રાહુલ ગાંધીને 1 વર્ષની કેદની સજા ફટકારી છે. આ નિર્ણય પર સ્ટે આપવા માટે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.

આ પણ વાંચો - હું છું NCPનો અધ્યક્ષ, 82 વર્ષનો હોઉં કે 92 વર્ષનો આજે પણ છું અસરકારક : શરદ પવાર

આ પણ વાંચો - Lok Sabha Elections 2024 : NDA ને વધુ મજબૂત બનાવવા રણનીતિ ઘડાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×