The Hundred League : પાકિસ્તાની ખેલાડીના સમાવેશથી કથાવાચક લાલચોળ
The Hundred League માં કાવ્યા મારનની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડી ખરીદાયો છે, જેને લઇને વિવાદનો મધપૂડો છંછેડાયો છે, કથાકાર અનિરુદ્ધાચાર્યએ (Katha Vachak : Aniruddhacharya) આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટરો ખરીદવા જોઈએ, અને ભારતીય પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. હવે, પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ મિસાઇલો છોડવા માટે કરશે.
Advertisement
- The Hundred League કાવ્યા મારનની ટીમ દ્વારા પાકિસ્તાની ખેલાડી ખરીદાયો
- પાકિસ્તાની ખેલાડીને ખરીદવાની વાત સામે આવતા જ વિરોધનો વંટોળ શરૂ થયો
- આ કૃત્યના વિરોધમાં જાણીતા કથાવાચક અનિરૂદ્ધાચાર્ય જોડાયા છે
The Hundred League : કાવ્યા મારનના સનરાઇઝર્સ (Kavya Maran - Sunrisers) લીડ્સના પાકિસ્તાની સ્પિનર અબરાર અહેમદને (Pakistani Spinner - Abrar Ahmed) ધ હંડ્રેડ લીગમાં સામેલ કરવાનો સતત વિરોધ થઈ રહ્યો છે, અને સોશિયલ મીડિયા પર ટીમનો બહિષ્કાર (Social Media - Boycott) કરવા માટે ચર્ચા શરૂ થઈ છે. હવે, કથાકાર અનિરુદ્ધાચાર્યએ (Katha Vachak : Aniruddhacharya) આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે, ભારતીય ક્રિકેટરો ખરીદવા જોઈએ, અને ભારતીય પૈસા ભારતમાં જ રહેવા જોઈએ. હવે, પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ મિસાઇલો છોડવા માટે કરશે.

