ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Farzi જોઈને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો, આરોપીની કબૂલાત

Farzi : હૈદરાબાદમાં ફિલ્મ જોઈને કરેલા ગુનની ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં નકલી નોટો છાપીને તેને વહેચવાની એક ઘટના સામે આવી છે. આ ગુનામાં પોલીસ બે લોકોની ધરપકડ કરી છે. આ સાથે તેમની પાસેથી 4 લાખ રૂપિયાની નકલી નોટો પણ...
07:13 PM Feb 04, 2024 IST | VIMAL PRAJAPATI
Farzi : હૈદરાબાદમાં ફિલ્મ જોઈને કરેલા ગુનની ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં નકલી નોટો છાપીને તેને વહેચવાની એક ઘટના સામે આવી છે. આ ગુનામાં પોલીસ બે લોકોની ધરપકડ કરી છે. આ સાથે તેમની પાસેથી 4 લાખ રૂપિયાની નકલી નોટો પણ...
Farzi

Farzi : હૈદરાબાદમાં ફિલ્મ જોઈને કરેલા ગુનની ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં નકલી નોટો છાપીને તેને વહેચવાની એક ઘટના સામે આવી છે. આ ગુનામાં પોલીસ બે લોકોની ધરપકડ કરી છે. આ સાથે તેમની પાસેથી 4 લાખ રૂપિયાની નકલી નોટો પણ જપ્ત કરવામાં આવી છે. અહીં ચોકાવનારી વાત એ છે કે, આરોપીઓ ગુનાનો ખુલાસો કરતા કહ્યું કે તેમણે હમણાં જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ફર્જી (Farzi) જોઈ અને તેનાથી પ્રભાવિત થયા અને નકલી નોટ છાપવાંની આઈડિયા આવ્યો હતો.

વેબ સિરીઝથી પ્રેરિત થઈને નકલી નોટો છાપી

આ બાબતે વિગતો આપતા હૈદરાબાદ પોલીસ ઈન્સ્પેક્ટર અંજનેયુલુએ કહ્યું કે, આરોપી કમ્પ્યુટરનો એક્સપર્ટ છે. નકલી નોટો છાપવાં માટે મુખ્ય આરોપી વનમ લક્ષ્મીનારાયણે સ્ક્રિન પ્રિંટર, ગ્રીન ફોઇલ પેપર, જેકે એક્સેલ બોન્ડ પેપર, કટર અને લેમિનેશન મશીનનો ઉપયોગ કર્યો હતો. Farzi વેબ સિરીઝથી પ્રેરિત થઈને નકલી નોટો છાપી અને પછી તેને બજારમાં ચલાવવા માટે ગયા હતા.

20 હજારની નકલી નોટો સાથે રંગેહાથે ઝડપાયો

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, આ ગુના માટે તેમનો સાથ એરુકલા પ્રણય કુમાર નામના વ્યક્તિએ આપ્યો હતો. તેને ફળ અને શાકભાજીના બજારમાં 20 હજારની નકલી નોટો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ કહ્યું કે, અને 500ના મૂલ્યની 810 નકલી નોટો જપ્ત કરી છે જેને તે માર્કેટમાં મુકવાના હતાં. આ સાથે મુખ્ય આરોપી પાસેથી પ્રિંટર, સ્કેનર અને અન્ય વસ્તુઓને પણ જપ્ત કરી લેવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, લક્ષ્મીનારાયણ જે પહેલા પણ ગુનાહિત પ્રવૃતિઓ જેવી કે ધોકાદડીમાં સામેલ રહેલો છે. આ સાથે એરુકલા પ્રણય કુમારને નફામાં ભાગીદારીની લાલચ આપીને આ કાર્ય માટે સાથે જોડ્યો હતો. અત્યારે હૈદરાબાદ પોલીસે બેન્ને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: UP ATSએ કરી ISI એજન્ટની ધરપકડ, પાકિસ્તાન મોકલાવતો હતો ગુપ્ત માહિતી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Crime Newsfarzifarzi season 2Gujarati Newsnational newsWeb Series
Next Article