Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી અડાલજની વાવ, કરાવ્યું ફોટોશૂટ

વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે તે પહેલા બંને ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અડાલજની વાવ નિહાળવા પહોંચી ગયા છે. અહીં બંને ટીમોએ પહોંચી ફોટોશૂટ કરાવ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનો અડાલજની...
ભારત ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી અડાલજની વાવ  કરાવ્યું ફોટોશૂટ
Advertisement

વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાવાની છે તે પહેલા બંને ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અડાલજની વાવ નિહાળવા પહોંચી ગયા છે. અહીં બંને ટીમોએ પહોંચી ફોટોશૂટ કરાવ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સનો અડાલજની વાવથી વીડિયો સામે આવ્યો છે. જેમા તેે બંને વાવમાં જતા જોવા મળી રહ્યા છે.

અડાલજની વાવ પહોંચી બંને ટીમોએ કરાવ્યું ફોટોશૂટ

Advertisement

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચને લઇને હવે ગણતરીનો સમય બાકી છે. બંને ટીમો અમદાવાદમાં પહોચી ચુકી છે. ફાઈનલ સુધી પહોંચવા માટે બંને ટીમોએ ખૂબ મહેનત કરી છે. અને સારું પ્રદર્શન કરી ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે. ત્યારે હવે ફાઈનલમાં પણ બંને ટીમો પર સારું પ્રદર્શન કરવાનો ભાર હશે. પણ કહેવાય છે ને કે કોઇ પણ પરીક્ષા પહેલા મન શાંત રાખવું અને બહુ પ્રેસર ન લેવું પણ જરૂરી છે. ત્યારે આજે બંને ટીમો હળવાસની પળો માણવા માટે અડાલજ ખાતે પહોંચ્યા જ્યા બંને ટીમોના ખેલાડીઓએ ફોટો શૂટ કરાવ્યું.

Advertisement

વર્લ્ડ કપ 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી મેચ રમાઈ ?

વર્લ્ડ કપ 2023માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી ચાર મેચ રમાઈ છે, જેમાં એક પણ વખત સ્કોર 300 રનને પાર થતો જોવા મળ્યો નથી. અહીં ટૂર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં બન્યો હતો, જેમાં કાંગારુ ટીમે પહેલા રમતા 286 રન બનાવ્યા હતા, જ્યારે બાદમાં તેણે 33 રનથી મેચ પણ જીતી લીધી હતી. આ સિવાય ભારતે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. ફાઈનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા સિવાય મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ શુક્રવારે સ્ટેડિયમ પહોંચ્યા હતા અને પિચનું નજીકથી નિરીક્ષણ કર્યું હતું.

આ પણ વાંચો - IND vs AUS : ફાઈનલ પહેલા ખુલાસો, આટલા રન બનાવીને ટીમ ઈન્ડિયા બની જશે ચેમ્પિયન !

આ પણ વાંચો - WC 2023 : બ્રોડકાસ્ટર્સ પર રૂપિયાનો વરસાદ, ડિઝની-હોટસ્ટારનો 2500 કરોડનો નફો, ICCની કમાણી કરોડોમાં…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Tags :
Advertisement

.

×