Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IMD : આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ઘમરોળશે મેઘરાજા...

IMD : ગુજરાતમાં મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર ઇનીંગ રમવાની શરુઆત કરી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને ફોનમાં એસએમએસ મોકલીને જાણ કરી છે કે આગામી 24 કલાકમાં ભરૂચ,...
imd   આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ઘમરોળશે મેઘરાજા
Advertisement

IMD : ગુજરાતમાં મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર ઇનીંગ રમવાની શરુઆત કરી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને ફોનમાં એસએમએસ મોકલીને જાણ કરી છે કે આગામી 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ તથા મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

Advertisement

મેઘરાજાની સાર્વત્રિક નોનસ્ટોપ ઈનિંગ

રાજ્યમાં મેઘરાજાની સાર્વત્રિક નોનસ્ટોપ ઈનિંગ જોવા મળી રહી છે.વઆણંદના બોરસદમાં અનરાધાર 13 ઈંચ વરસાદ પડ્યો છે.
નર્મદાના તિલકવાડામાં ધોધમાર સાડા 7 ઈંચ વરસાદઅને ભરૂચમાં સવારથી અનરાધાર 7 ઈંચ વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં પણ 6 ઈંચ વરસાદ અને વડોદરાના પાદરામાં પણ સવારથી 6 ઈંચ વરસાદ પડ્યો છે.

Advertisement

વડોદરા શહેરમાં પણ ધોધમાર 5 ઈંચ વરસાદ

વડોદરા શહેરમાં પણ ધોધમાર 5 ઈંચ વરસાદ પડ્યો છે. ભરૂચના હાંસોટ, નાંદોદમાં 5-5 ઈંચ વરસાદ પડ્યોછે અને વડોદરાના સિનોરમાં સવારથી સાડા ચાર ઈંચ પડ્યો છે. અંકલેશ્વરમાં 5 ઈંચ, જામનગરના જોડિયામાં 4 ઈંચ પડ્યો છે. ભરૂચના વાગરામાં સવારથી સાડા ત્રણ ઈંચ અને આણંદના તારાપુરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. વાલિયા, માંગરોળમાં પણ સાડા ત્રણ ઈંચ અને નર્મદાના ગરુડેશ્વર, સુરતના મહુવામાં 3-3 ઈંચ, બગસરા, નેત્રંગ, ઉંમરપાડામાં અઢી-અઢી ઈંચ વરસાદ, પાદરા, ડેડિયાપાડા, આંકલાવમાં 2-2 ઈંચ વરસાદ, લાખણી, ધોરાજી, રાણાવાવમાં પણ 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 30થી વધુ તાલુકામાં સરેરાશ બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 60 તાલુકામાં સરેરાશ એક ઈંચ વરસાદ પડ્યો છે. સવારથી રાજ્યના 167 તાલુકામાં મેઘરાજાની જમાવટ કરી છે.

આ પણ વાંચો---VADODARA : ભારે વરસાદને પગલે હાઇ-વે પર વિઝીબીલીટીનો પ્રશ્ન સર્જાયો

આ પણ વાંચો---Flood : સુરતમાં ખાડી પૂરથી પરિસ્થિતિ વણસી

Tags :
Advertisement

.

×