આવા સરકારી શિક્ષકોની નોકરી ખતરામાં, શિક્ષણ મંત્રીએ કહ્યું તત્કાલ હકાલપટ્ટી કરો
- ભુપેન્દ્ર ઝાલાની માયાજાળમાં શિક્ષકો પણ ફસાયા હોવાનો મામલો
- રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાનું નિવેદન
- સીઆઇડી ક્રાઈમ સમગ્ર કેસની તપાસ કરી રહી છે
BZ GROUP Scam : ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપ(BZ GROUP Scam )ની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા(Prafulbhai Pansheriya)એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષકોના નામ ઉજાગર થશે
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન અને છબિ હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે, ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.
આ પણ વાંચો -kutch:રાપર તાલુકાની ઉમૈયા શાળામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધુંધળુ
BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશેઃ CID
રાજ્યમાં લોકોને વધુ વ્યાજની લાલચ આપીને રોકાણ કરાવી 6 હજાર કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ કેસ મામલે કાલે CID ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. CID ક્રાઇમે (CID Crime) જણાવ્યું કે, BZ ગ્રૂપનાં બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે. સાથે જ BZ ગ્રૂપનાં CA ની પણ પૂછપરછ કરવામાં આવશે. CID ક્રાઇમે જણાવ્યું કે, માત્ર બે એકાઉન્ટમાં જ રૂપિયા 175 કરોડની રકમ હોવાનું માલૂમ પડ્યું છે. આથી, કૌભાંડનો આંકડો રૂપિયા 6 હજાર કરોડથી પણ વધુ હોવાની સંભાવના છે
આ પણ વાંચો -VADODARA : કેન્દ્રિય મંત્રી રેલવે મશીન મેન્યુફેક્ચરીંગ યુનિટની મુલાકાતે પહોંચ્યા
હાથમાં પૈસાના બંડલ લઈ ડાયરામાં ઉડાવ્યાં રૂપિયા
નોંધનીય છે કે, 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હાથમાં પૈસાના બંડલ લઈ કિર્તીદાન ગઢવીના ડાયરામાં પૈસા ઉડાડતા નજરે પડ્યો છે. BZ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. વિગતો એવી પણ સામે આવી છે કે, અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો છે. જેની ધરપકડ કરવા માટે પોલીસ પણ કામે લાગી ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા માટે અત્યારે પોલીસે ચાર ટીમ બચાવી છે.