Sunil Palનું અપહરણ કરી આંખે પાટા બાંધી અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો
- પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલના અપહરણ કેસમાં ચોંકાવનારી માહિતી
- હરિદ્વાર પહોંચતા જ તેને બળજબરીથી વાહનમાં બેસાડવામાં આવ્યો
- તેને આંખે પાટા બાંધીને એક રૂમમાં લઈ જવામાં આવ્યો હતો.
- ત્યાં અપહરણકારોએ 20 લાખ રૂપિયાની માંગણી કરી
- તેને અપહરણકારોને 7.5 લાખ રૂપિયા આપ્યા
- અપહરણકારોએ સુનિલની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી
- તેનું બુકિંગ નકલી નામ અને નકલી નંબરથી કરવામાં આવ્યું હતું
Kidnapping of Sunil Pal : પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલના અપહરણમાં (Kidnapping of Sunil Pal) ચોંકાવનારી માહિતી બહાર આવી છે જે ખુદ સુનિલ પાલે જણાવી છે. ઉલ્લેખનિય છે કે મંગળવારે રાત્રે પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલની પત્ની સરિતાએ પોલીસ સ્ટેશન જઈને તેના પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તે સુનીલનો સંપર્ક કરવામાં અસમર્થ હતી જેના કારણે તે ડરી ગઇ છે અને પોલીસની મદદ માંગી છે. સુનીલ એક શો માટે હરિદ્વાર ગયો હતો, પરંતુ સરિતાને તેની કોઈ માહિતી મળી રહી ન હતી. બુધવારે સવારે સમાચાર આવ્યા કે સુનીલ પાલ સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યા છે. તેમણે કહ્યું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બધા ચોંકી ગયા હતા.
હરિદ્વાર પહોંચતા જ તેને બળજબરીથી વાહનમાં બેસાડવામાં આવ્યો
એક મીડિયા હાઉસ સાથે વાત કરતી વખતે, સુનીલ પાલે એક ઇન્ટરવ્યુમાં તેની અગ્નિપરીક્ષાનું વર્ણન કર્યું અને જણાવ્યું કે કેવી રીતે તેનું અપહરણ કરવામાં આવ્યું અને પછી તે મુંબઈમાં તેના ઘરે કેવી રીતે પાછો ફર્યો. સુનીલે જણાવ્યું કે હરિદ્વાર પહોંચતા જ તેને બળજબરીથી વાહનમાં બેસાડવામાં આવ્યો. તેને આંખે પાટા બાંધીને એક રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં અપહરણકારોએ 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સુનિલે અપહરણકર્તાઓ સાથે વાત કરી અને 10 લાખ રૂપિયા આપવાનું કહ્યું, પરંતુ તેની પાસે પૈસા નહોતા.
સુનીલ પાલનું અપહરણ કેવી રીતે થયું?
સુનીલ પાલે કહ્યું, 'તેનો એક શો હરિદ્વારમાં બુક થયો હતો. તે ફ્લાઇટ દ્વારા હરિદ્વાર પહોંચ્યો, જ્યાં તેને લેવા માટે એક ગાડી આવી પણ આ ગાડીએ તેને એક ઢાબા પર ઉતારી દીધો હતો. ત્યારબાદ બીજી ગાડી આવી હતી અને આ ગાડીમાં તેને જબરજસ્તી બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી અને લગભગ દોઢ કલાક સુધી ગાડી દોડતી રહી હતી. આ પછી તેને એક રૂમમાં લઈ જવામાં આવ્યો. જ્યારે તેની આંખ ખુલવામાં આવી તો ત્યાં હાજર લોકોએ તેને કહ્યું કે તે કિડનેપર છે અને તેનું કામ લોકોનું અપહરણ કરવાનું છે.
આ પણ વાંચો----કોમેડિયન Sunil Palનું અપહરણ, મુંબઇ પોલીસે શરુ કરી તપાસ
20 લાખની માંગણી કરવામાં આવી હતી
આ પછી અપહરણકારોએ સુનિલને કહ્યું કે તેણે પૈસાની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો તેઓ તેને મારીને નદીમાં ફેંકી દેશે. જ્યારે સુનિલે પૂછ્યું કે કેટલા રૂપિયાની જરૂર છે તો તેણે 20 લાખ રૂપિયાની માંગણી કરી. તેણે કહ્યું, 'તમે કલાકાર છો, ખૂબ પૈસા કમાઓ છો. સુનીલે કહ્યું કે મારી પાસે 20 લાખ રૂપિયા ન થીહોય, પરંતુ હું જીવ બચાવવા માટે 10 લાખ રૂપિયા આપી શકું, જેના પર તે રાજી થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે સુનીલ પાસે ક્રેડિટ કાર્ડ માંગવાનું શરૂ કર્યું. સુનિલે કહ્યું કે તેની પાસે ક્રેડિટ કાર્ડ નથી, તેથી તેણે કહ્યું કે તે તેના પરિચિતોને ફોન કરીને પૈસા લે.
View this post on Instagram
તો પછી સુનીલ પાલ ઘરે કેવી રીતે પહોંચ્યો?
તેણે મિત્રો અને પરિવારની મદદ માંગી અને કોઈક રીતે 7.5 લાખ રૂપિયા આપ્યા. આ પછી અપહરણકર્તાઓએ તેને મેરઠમાં છોડી દીધો હતો. ત્યાંથી સુનીલ ફ્લાઇટ દ્વારા ગાઝિયાબાદ, દિલ્હી અને પછી મુંબઈ પહોંચ્યો હતો. તેણે કહ્યું કે આ તેના જીવનની સૌથી ડરામણી ઘટના હતી. સુનિલે કહ્યું કે તેનું બુકિંગ નકલી નામ અને નકલી નંબરથી કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી હતી. હવે તેઓ કોઈપણ શો પહેલા સંપૂર્ણ તપાસ કરશે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. એફઆઈઆર અંગે સુનિલે કહ્યું કે તે હજુ સુધી કોઈ નિર્ણય લઈ શક્યો નથી. તેમણે કહ્યું કે ઘણા લોકો આ મામલાને અહીં જ ખતમ કરવાની સલાહ આપી રહ્યા છે. તેણે કહ્યું કે આ ઘટનામાંથી તેણે ઘણું શીખ્યું છે અને ભવિષ્યમાં પણ સાવધ રહીશ.
આ પણ વાંચો---Pushpa 2 :Allu Arjun ને મળવા આવેલા ચાહકો પર પોલીસે કર્યો લાઠીચાર્જ,1 મહિલાનું મોત