Surat માં પ્રેમીકાની હત્યા કરનાર પ્રેમીએ કર્યો મોટો ખુલાસો
- સુરત સચિન GIDC વિસ્તારમાં મહિલાની હત્યાનો કેસ
- પોલીસે 16 દિવસ પહેલા બનેલી ઘટનામાં આરોપીને ઝડપ્યો
- અપરણીત આરોપી અને પરિણીત મુન્નીદેવી વચ્ચે હતો પ્રેમ સંબંધ
- વારંવાર ઝઘડાથી આરોપીએ મહિલાની કરી હત્યા
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં 16 દિવસ પહેલા પણ એક મહિલાની હાથ બાંધી હત્યા કરાવવા મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પોલીસે આરોપી અરમાન છોટેબાબુ હાસમીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં હત્યા પરણિત મૃતક મહિલા મુન્નીદેવી અને અપરણીત આરોપી અરમાન છોટેબાબુ હાસમી વચ્ચે પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધમાં મૃતક મહિલા આરોપી ઉપર અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેની શંકા રાખતા વારંવાર ઝઘડો કરતી હતી. જેને લઈને આરોપીએ મૃતક મહિલાને એકાંત જગ્યાએ બોલાવી હતી. ત્યાં લોખંડની સળીયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો હતો.
મૃતક મહિલાની ઓળખ માટે 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા
સુરતમાં પરણિત યુવતીને અપરણીત યુવક જોડે પ્રેમ તથા મળિયો છે. આ બનાવમાં સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 8 મે 2025ના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ મુન્નીદેવી તરીકે થઈ હતી જે મૂળ બિહારના ઓરંગાબાદની વતની હતી અને હાલ સચિન GIDC માં રહેતી હતી. અને તેની હત્યા આરોપી અરમાન છોટેબાબુ હાસમીએ કરી હતી. ત્યારે આજરોજ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી પોલીસે આરોપી અરમાન છોટેબાબુ હાસમીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે તથા મૃતક મહિલાની ઓળખ માટે 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.
મહિલા આરોપી પર શંકા રાખી ઝઘડો કરતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અપરણીત આરોપી અને પરણિત મુન્નીદેવી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને અલગ ભાડાના રૂમમાં રહેતા હતા. મુન્નીદેવી વારંવાર આરોપી પર શંકા રાખતી અને ઝઘડો કરતી હતી. આ કારણે આરોપીએ તેની હત્યા કરવાનું નક્કી કર્યું. આરોપીએ મુન્નીદેવીને સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની નજીક કલરટેક્ષ પાસે એકાંત જગ્યાએ બોલાવી હતી. ત્યાં લોખંડની સળીયાથી તેના માથાના આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ગયો હતો.
આ પણ વાંચોઃ Gujarat By-Elections:Kadi વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સીધો જંગ
હોટલમાં જમવા લઈ ગયો તેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા
આરોપી અરમાને મૃતક મુન્નીદેવીની હત્યા પેહલા તેને સચિન GIDC વિસ્તારની એક ખાનગી હોટલમાં જમવા માટે પણ લઈ ગયો હતો. જ્યાં પણ બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારબાદ આરોપીએ મૃતક મહિલા મુન્નીદેવીને તેના ઘરે મૂકી આવ્યો હતો અને ફરી તેને બહાર એકાંત સ્થળે બોલાવી તેની હત્યા કરી હતી.
આ પણ વાંચોઃ Bhruch : દહેજની કંપનીમાં ભીષણ આગ, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા, જુઓ વીડિયો