Mamata નો ચોંકાવનારો નિર્ણય, અવાજ ઉઠાવનારા ડોક્ટરોની.....
- કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ
- મમતા સરકારે એક ચોંકાવનારો નિર્ણય કર્યો
- પ્રોફેસરો અને ડોક્ટરોની બદલી
Mamata government : કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ દરમિયાન મમતા સરકારે (Mamata government) એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોમાં તૈનાત પ્રોફેસરો અને ડોક્ટરોની બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો----Kolkata Case: પ્લીઝ..મારી દિકરીના ફોટા અને નામ શેર ના કરો, પેરેન્ટ્સની...
તે ડોકટરો અને પ્રોફેસરો પણ સામેલ છે જેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો
બદલી કરાયેલા આ પ્રોફેસરો અને ડોક્ટરોની સંખ્યા 42 છે. જેમાં તે ડોકટરો અને પ્રોફેસરો પણ સામેલ છે જેમણે આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. આરજી કાર મેડિકલ કોલેજના બે પ્રોફેસર ડોક્ટરોના નામ પણ ટ્રાન્સફર લિસ્ટમાં સામેલ છે, જ્યાં એક ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ કેસનો વિરોધ કરી રહેલા ડોક્ટરોએ આ ટ્રાન્સફર પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
On 16th Aug, West Bengal Govt’s Health Ministry has issued an 8 page long list of transfer orders, adding to the already chaotic situation.
On Mamata Banerjee’s target is Medical College Kolkata and Calcutta National Medical College. These two are the epicentre of protests… pic.twitter.com/TyLZqGA2fO
— Amit Malviya (@amitmalviya) August 17, 2024
ભાજપે પણ સવાલો ઉઠાવ્યા
મમતા સરકારે સ્પષ્ટ કર્યું નથી કે આટલા મોટા પાયા પર શા માટે બદલીઓ કરવામાં આવી છે. સાથે જ પશ્ચિમ બંગાળ સરકારના આ નિર્ણય પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા છે. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ વિશે પોસ્ટ કર્યું છે. તેમણે લખ્યું છે કે 16 ઓગસ્ટે પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે આઠ પાનાની લાંબી ટ્રાન્સફર લિસ્ટ બહાર પાડી છે. આ પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવશે. તેમણે આગળ લખ્યું કે મમતા બેનર્જીનું નિશાન મેડિકલ કોલેજ કોલકાતા અને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ છે કારણ કે આ બંને કોલેજો વિરોધના મુખ્ય કેન્દ્રો છે. માલવિયાના જણાવ્યા અનુસાર, આ બે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી અત્યાર સુધીમાં પાંચ પ્રોફેસરોની બદલી કરવામાં આવી છે. તેમને સિલીગુડી, તુમલુક અને ઝારગ્રામ મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો----Kolkata Rape જેવો બંગાળમાં ફરી બન્યો કિસ્સો, યુવતીનું માથુ ધડથી.....